- વિદેશ મંત્રી જયશંકર એ એન્ટોની બ્લિંકન સાથે કરી મુલાકાત,
- હિરોશીમામાં PM મોદીના અમેરિકાના પ્રવાસની ચર્ચા કરાઈ
દિલ્હીઃ- જાપાનના હિરોશીમામાં જી 7 ની બેઠક યોજાૈઈ હતી જેમાં અનેક દેશોના મંત્રીઓએ હાજરી આપી બહતી આ દરમિયાન ભારતના વિદેશમંત્રી એસ જયશંકર પણ હાજર રહ્યા હતા ત્યારેઅમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન રવિવારે હિરોશિમામાં G7 સમિટ દરમિયાન તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકર સાથે ખાસ મુલાકાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન મોદી 22 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન વડા પ્રધાન મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડેન સાથે વ્હાઇટ હાઉસમાં સ્ટેટ ડિનરનું પણ આયોજન કરવામાં આવશે આ બન્ને મંત્રીઓની ચર્ચામાં પીએમ મોદીની અમેરિકાની મુલાકાત અંગે ખાસ ચર્ચા કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે આ બન્ને મંત્રીઓની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી અમેરિકા મુલાકાત અંગે ચર્ચા કરવામાં આવી હતી.અમેરિકી મંત્રી બ્લિંકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જયશંકર સાથેની તેમની મુલાકાતના કેટલાક ફોટો પણ શેર કર્યા છે.
I had a great discussion with Indian Minister of External Affairs @DrSJaishankar on the sidelines of the G7 in Hiroshima. We look forward to hosting Indian Prime Minister @NarendraModi in June, whose visit will celebrate the deep partnership between the United States and India. pic.twitter.com/aoeilLrkNU
— Secretary Antony Blinken (@SecBlinken) May 21, 2023
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડાપ્રધાન મોદીની યુએસ મુલાકાત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીના વધતા મહત્વને રેખાંકિત કરશે. દરમિયાન, વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ બિડેન અને જીલ બિડેન 22 જૂન, 2023ના રોજ વડાપ્રધાન મોદીની યજમાની કરશે.આ સાથએ જ ખાસ ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું છે.વિદેશમંત્રીલયે પોતાના બયાનમાં કહ્યું છે કે આ મુલાકાત સમૃદ્ધ અને સુરક્ષિત ઈન્ડો-પેસિફિક પ્રત્યેની અમારી સહિયારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે અને સંરક્ષણ, સ્વચ્છ ઉર્જા તેમજ અવકાશ સહિત અમારી વ્યૂહાત્મક ટેક્નોલોજી ભાગીદારીને વધારવાના અમારા સહિયારા સંકલ્પને વધુ મજબૂત બનાવશે.