Site icon Revoi.in

ભારત અને ફ્રાંસની નૌસેના અરબ સમુદ્ધમાં આજથી ત્રણ દિવસીય યુદ્ધાભ્યાસનો કરશે આરંભ

Social Share

દિલ્હીઃ-ભારત અને ફ્રાન્સની નૌસેના આજરોજ  રવિવારથી અરબી સમુદ્રમાં ત્રણ દિવસીય યુદ્ધાભ્યાસ શરૂ કરશે અને આ સમયગાળા દરમિયાન, અદ્યતન હવા સંરક્ષણ અને સબમરીન વિરોધી કવાયત જેવા જટિલ નૌસેના અભિયાન હાથ ધરવામાં આવશે.

આ યુદ્ધાભ્યસામાં પશ્ચિમી ફ્લીટના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રીયર એડમિરલ અજય કોચર ભારતીય ટીમનું નેતૃત્વ કરશે અને કમાન્ડર ટાસ્ક ફોર્સ 473 રીયર એડમિરલ માર્ક ઔસેદાત ફ્રેન્ચ પક્ષનું નેતૃત્વ કરશે.

અધિકારીઓએ આ બાબતે કહ્યું કે વરુણ કવાયતની 19 મી આવૃત્તિ બંને નોસેનાઓ વચ્ચે સમન્વય અને સંયુક્ત રીતે અભિયાન ચલાવવાની કામગીરીના સ્તરનું પ્રદર્શન કરશે તેમણે કહ્યું હતું કે ભારતીય નોસેના માર્ગદર્શક મિસાઇલ ઘુસણખોર ડિસ્ટ્રોયર કોલકાતા ગાઇડ મિસાઇલ ફ્રિગેટ, તરકશ અને તલવાર, બેડા સહાયક જહાજ દીપક, કલવરી-વર્ગની સબમરીન અને લાંબા અંતરના પી -8 આઇ દરિયાઇ પેટ્રોલિંગ વિમાનનો કાફલો તૈનાત કરશે.

રાફેલ એમ લડાકૂ વિમાનો સાથે વિમાન વાહક ચાર્લ્સ ડી ગાઉલે, ઇ 2 સી હોકેયે વિમાન અને હેલિકોપ્ટર કાએમેન એમ અને ડાઉફિન ફ્રાંસની નેવીનું પ્રતિનિધિત્વ કરશે. ફ્રેન્ચ નેવી હવાઈ સંરક્ષણ વિનાશક શેવેલિઅર પોલ, ફ્રિગેટ પ્રોવેન્સ અને શિપવાઇઝ પણ તૈનાત કરશે.

સાહિન-