ટોરેન્ટોઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત સામે આક્ષેપો કરાતા ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. બન્ને દેશોએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરતા વિવાદ વધ્યો હતો. ભારતે આકરૂ વલણ દાખવીને કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ અસ્થાયી રૂપે અટકાવવાની જાહેરાત કર્યાના એક દિવસ બાદ ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે આવશ્યક કોન્સ્યુલર સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. કેનેડામાં ભારતીય નાગરિકો માટે કોન્સ્યુલર સેવાઓ, જેમ કે પાસપોર્ટ ઇશ્યુ, પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રની સુવિધા અને મદદ કરવાનું ચાલુ રાખશે. ભારતિય દૂતાવાસ દ્વારા રાહતના સમાચાર અપાયા છે. કેનેડામાં વસવાટ કરતા મુળ ભારતિયો પણ આ મુદ્દે સુખદ ઉકેલ આવે તેવી આશા રાખી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી સંકટ તોળાઈ રહ્યું હોવા છતાં ભારતમાં કેનેડિયન હાઈ કમિશન અને કોન્સ્યુલેટ્સ ચાલુ રહેશે. જો કે ભારત સરકાર દ્વારા કેનેડિયન નાગરિકો માટે વિઝા સર્વિસ સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત બંને દેશોએ પોતાના નાગરિકોને આ સમયે મુસાફરી ન કરવાની એડવાઈઝરી જાહેર કરી હતી. ગુરુવારે બપોરે કેનેડામાં BLS ભારતીય વિઝા એપ્લિકેશન સેન્ટરની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવી હતી. આ એજન્સી ભારત માટે વિઝા અરજીઓનું સંચાલન કરે છે. ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો માટે આવશ્યક કોન્સ્યુલર સેવાઓ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. કેનેડામાં ભારતીય નાગરિકો માટે કોન્સ્યુલર સેવાઓ, જેમ કે પાસપોર્ટ ઇશ્યુ, પાસપોર્ટ રિન્યુઅલ, પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ અને પ્રમાણપત્રની સુવિધા અને મદદ કરવાનું ચાલુ રાખશે
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે – કેનેડામાં ચાલી રહેલી ભારત વિરોધી ગતિવિધિઓને જોતા ત્યાં રહેતા અથવા ત્યાં મુસાફરી કરતા નાગરિકોને ખૂબ જ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. તાજેતરના દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે કેનેડામાં હાજર ભારતીય રાજદ્વારીઓ અને ભારતીય સમુદાયના ચોક્કસ વર્ગને ધમકી આપવામાં આવી રહી છે. આ એ લોકો છે જેઓ ભારત વિરોધી એજન્ડાનો વિરોધ કેનેડા અને ભારતના જે સંબંધોમાં ખટરાગ સર્જાયો છે તેનો તકવાદીઓ લાભ ન ઉઠાવે તે માટે કેનેડિયન સરકારે ભારતીયોની સુરક્ષાના પક્ષમાં વાત કરી હતી. ભારત વિરોધી તત્વોએ જે હિન્દુઓને દેશ છોડવાની જે ધમકી આપી હતી તે ઘટનાના વાયરલ થયેલા વીડિયોને કેનેડા સરકારે વાંધાજનક અને ધૃણાથી ભરેલો ગણાવ્યો છે. આ સાથે જ સરકારે આ પ્રકારની ઘટનાઓને હાથમાં લેનારાઓને કેનેડાના મૂલ્યોનું અપમાન કરનાર ગણાવ્યા હતા. આ સાથે જ કેનેડાએ દેશમાં રહેતા તમામ લોકોની સુરક્ષા અંગે વાત કરીને કેનેડામાં નફરત માટે કોઈ જગ્યા ન હોવાની પણ વાત કરી છે. ભારત માટે તથા કેનેડામાં રહેતા પ્રવાસી ભારતીયો તથા ત્યાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓ માટે સારી બાબત છે કે કેનેડાએ આ પ્રકારની પ્રવૃત્તિઓની નિંદા કરી છે.