Site icon Revoi.in

ભારતથી કેનેડા જતા અને ત્યા રહેતા દેશના લોકો માટે ભારતીય હાઈકમિશને જારી કરી એડવાઈઝરી – સતર્ક રહેવાની આપી સલાહ

Social Share

 

દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવસથી કેનેડામાં ટ્રક ડ્રાઈવરો માટે વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે ત્યારથી ખૂબ વિવાદ અને પ્રદર્શન ચાલી રહ્યું છે, કેનેડાની રાજધાની ઓટ્ટાવાએ કોવિડ-19 રસી ફરજિયાત બનાવી ત્યારથી ટુડ્ડો સરકાર સામે વિરોધ પ્રદર્શન ચાલુ છે.

ત્યારે હવે આવી સ્થિતિમાં ભારત સહિત વિવિધ દેશોના હાઈ કમિશને તેમના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ભારતના હાઈ કમિશને કેનેડામાં રહેતા નાગરિકો અને ભારતમાંથી ત્યા જતા નાગરિકો માટે હેલ્પલાઈન નંબર 6137443751 જારી કર્યો છે. ભારતીય હાઈ કમિશને કહ્યું છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા કેનેડામાં રહેતા અથવા અહીં આવવાની યોજના ધરાવતા ભારતીયોએ અત્યંત સાવધ અને સતર્ક રહેવાની જરૂર છે. તેઓએ વિરોધ વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.

ઉચ્ચ સ્તરની સાવધાની રાખા મામલે તેમણે કેટલીક સલાહ આપી છે જેમાં ડાઉનટાઉન ઓટ્ટાવા જેવા વિસ્તારોથી દૂર રહો જ્યાં પ્રદર્શન થઈ રહ્યા છે તેમ કહેવામાં આવ્યું છે આ સાથે જ સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા,વર્તમાન સ્થિતિ માહિતી માટે સ્થાનિક મીડિયાને અનુસરવા કહેવામાં આવ્યું છે.

આ સાથે જ જારી કરાયેલી  એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ભારતના હાઈ કમિશન અથવા ટોરોન્ટો અથવા વેન્કુવરમાં કોન્સ્યુલેટમાં નોંધણી કરાવવા વિનંતી કરવામાં આવી હતી જેથી સત્તાવાળાઓ કટોકટીની સ્થિતિમાં તકલીફમાં રહેલા લોકો સાથે વધુ કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.

રાજધાની ઓટાવામાં કટોકટી કેનેડામાં ટ્રક ડ્રાઈવરોનો વિરોધ કાબૂ બહાર જઈ રહ્યો છે. સ્થિતિ એવી બની ગઈ છે કે કેનેડાની રાજધાની ઓટાવામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. ઓટ્ટાવા શહેરના મેયર જિમ વોટસને કટોકટીની સ્થિતિ જાહેર કરતાં કહ્યું કે લોકોની સલામતી માટે ગંભીર જોખમ છે. આવી સ્થિતિમાં કડક પગલાં લેવાની જરૂર છે, જેથી લોકોને મદદ મળી શકે.આ રીતે ભારતીય હાઈકમિશને પોતાના નાગરિકોની સેફ્ટીને લઈને આ એડવાઈઝરી જારી કરી છે.