ઈન્ડિયન આઈડલ સિઝન 13નો વિજેતા જાહેર, ઋષિ સિંહે આ ખિતાબ જીતી 25 લાખ અને કાર ઈનામમાં મેળવી
- ઈન્ડિયન આઈડલ સિઝન 13નો વિજેતા જાહેર
- ઋષિ સિંહે આ ખિતાબ જીતી 25 લાખ અને કાર ઈનામમાં મેળવી
મુંબઈઃ- સોની ટિવી પર પ્રસારિત થતો રિયાલીટી સિંગિંગ શો ઈન્ડિયલ આઈડલ સિઝન 13ને પોતાનો વિનર મળી ચૂક્યો છએ વિતેલા એપિસોડમાં સિઝન 13નું પરિણામ જાહેર કરતા ઋષિ સિંહને વિજેતા ઘઓષિત કરવામાં આવ્યો છે. જેને વિનર બતા રુપિયા 25 લાખ અને એક કાર ઈનામપેટે આપવામાં આવી છે.
ઈન્ડિયન આઈડલ સીઝન 13નો ખિતાબ ઋષિ સિંહે પોતાને નામ કર્યો છે. તેણે ટ્રોફી જીતવા માટે ફિનાલેમાં સોનાક્ષી કાર, શિવમ સિંહ, ચિરાગ કોટવાલ, બિદિપ્તા ચક્રવર્તી અને દેવોસ્મિતા રોયને શાનદાર રીતે ટક્કર આપીને માત આવપી હતી.
આ રિયાલીટી શોની શરૂઆતથી જ ઋષિ ખૂબ જ લોકપ્રિય બન્યો હતો, દર્શકોનો તે સાહીતો સ્ટાર હતો, જેના કારણે સોશિયલ મીડિયા પર લોકો પહેલાથી જ દાવો કરી રહ્યા હતા તે આ સિઝન નો ખિતાબ જીતશે, છેવટે પ્રસંશકોની કહેલી વાત સાચી પડી.
ઋષિ સિંહે શોના તમામ મહેમાનોને પોતાના અવાજથી દિવાના બનાવ્યા છે. તાજેતરમાં, લોકપ્રિય ફિલ્મ નિર્માતા અબ્બાસ મસ્તાન આ શોમાં મહેમાન તરીકે જોવા મળ્યો હતો. તેણે ઋષિ સિંહના અવાજની પ્રશંસા કરતા તેને એક્ટિંગની પણ ઓફર પણ કરી છે.
આ શો છેલ્લા 9 મહિનાથી ચાલી રહ્યો હતો આટલા મહિનાઓ બાદ લાંબી રાહ જોયા બાદ ઈન્ડિયન આઈડલ 13ને તેનો વિજેતા મળ્યો છે. શોમાં ઘણા સ્પર્ધકોએ પોતાના સુંદર અને શાનદાર અવાજથી લોકોનું પણ દિલ જીતી લીધું છે. જો કે અયોધ્યાના ઋષિ સિંહે આ ટ્રોફી પોતાના નામ કરી લીધી છે.
‘ઈન્ડિયન આઈડલ 13’ની ટ્રોફી ઉપરાંત, ઋષિ સિંહને વિજેતા બનવા માટે 25 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને મારુતિ સુઝુકી SUV કાર ભેટમાં મળી છે. આ સિવાય ઋષિ સિંહને સોની મ્યુઝિક ઈન્ડિયા સાથે રેકોર્ડિંગ કોન્ટ્રાક્ટ પણ મળ્યો છે.ઉલ્લેખનીય છે કે નેહા કક્કર, વિશાલ દદલાની અને હિમેશ રેશમિયા ‘ઈન્ડિયન આઈડલ 13’ને જજ કરી રહ્યા હતા. જ્યારે આદિત્ય નારાયણ હોસ્ટ હતા.