રિક્રુટમેન્ટ (ભરતી)ના મામલે છેલ્લા કેટલાંક વર્ષ ભારતીય આઇટી સેક્ટર માટે સારા નથી રહ્યા. જોકે હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ફોર્ચ્યુન મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓ ખૂબ ઝડપથી ભરતીઓ કરી રહી છે. બંને કંપનીઓએ પાછલા નાણાકીય વર્ષમાં હજારો નવી નોકરીઓ આપી છે. ગયા વર્ષની સરખામણીએ તેમના હાયરિંગમાં 300%નો વધારો થયો છે. જાણો હાયરિંગ વિશેની કંપનીઓની મોટી વાતો.
- 31 માર્ચ, 2019ના રોજ પૂરાં થયેલા નાણાકીય વર્ષમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ (ટીસીએસ)એ 29,287 કર્મચારીઓને નોકરી આપી.
- ફોર્ચ્યુનના જણાવ્યા પ્રમાણે, બેંગલુરૂ બેઝ્ડ ઇન્ડિયન આઇટી કંપની ઇન્ફોસિસે 24,016 કર્મચારીઓને નોકરી આપી.
- ટીસીએસ પાસે હવે કુલ 4.24 લાખ કર્મચારીઓ છે, જ્યારે ઇન્ફોસિસમાં 2.28 લાખ લોકોને રોજગાર મળ્યો છે.
2017-18માં બંને કંપનીઓએ સંયુક્ત રીતે કુલ 11,000 પ્રોફેશનલ્સને જ હાયર કર્યા હતા. ટીસીએસ એ 2017-18માં 7775 કર્મચારીઓને નોકરી પર રાખ્યા, જ્યારે આ વર્ષે 3 ગણા વધુ લોકોને હાયર કર્યા છે.