યુક્રેન સંકટ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતીય ન્યાયાઘીશે રશિયા વિરુદ્ધ મત આપ્યો
- ભારતીય ન્યાયાધિશે રશઇયા વિરુદ્ધ આપ્યો મત
- ઈન્ટર નેશનલ કોર્ટ ઓફ જસ્ટિપસમાં આપ્યો મત
દિલ્હીઃ- રશિયાે યુક્રેન પર હુમલો કર્યાને 20થી વધુ દિવસો થઈ ગયા છએ, મોટા ભઆગના શહેરોમાં રશિયા દ્રારા તબાહિ મચાવામાં આવી છે ત્યારે રેશિયાના આ અપરાધની ટિકાઓ થઈ રહી છે અનેક દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદી દીઘા છે તો ભારતે રશિયાની આ બબાતે તટસ્થ જોવા મળ્યું છે.
જો કે હવે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલત, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે બુધવારે રશિયાને યુક્રેન પરના તેના હુમલાઓ બંધ કરવાનો આદેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે કોર્ટ યુક્રેનમાં રશિયાના બળના ઉપયોગ અંગે “ખૂબ ચિંતાજનક” છે.
પ્રમુખ ન્યાયાધીશ જોન ડોનોગ્યુએ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ અને આસીજેને જણાવ્યું હતું કે તેમણે “રશિયા દ્વારા 24 ફેબ્રુઆરીએ શરૂ કરાયેલ લશ્કરી કાર્યવાહીને તાત્કાલિક સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.જે આંતરરાષ્ટ્રીય કાયદામાં ખૂબ ગંભીર મુદ્દાઓ ઉભા કરે છે.”
ઉલ્લેખનીય છે કે યુક્રેનમાં રશિયાના હુમલાના દિવસો બાદ 24 ફેબ્રુઆરીએ કિવે મોસ્કોને સંયુક્ત રાષ્ટ્રની ટોચની અદાલતમાં પડકાર આપ્યો હતો. આઈસીજેમાં ભારતના ન્યાયાધીશ જસ્ટિસ દલવીર ભંડારીએ પણ રશિયા વિરુદ્ધ પોતાનો મત આપ્યો છે. સરકાર અને વિવિધ મિશનના સમર્થન પર જસ્ટિસ ભંડારીને સમયાંતરે આઈસીજે માં નામાંકિત કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ ભંડારીએ રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે, જોકે રશિયા-યુક્રેન મુદ્દે તેમનું સ્વતંત્ર પગલું આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની સત્તાવાર સ્થિતિથી અલગ છે. ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં યુક્રેન-રશિયા મુદ્દા પર મતદાન કરવાનું ટાળ્યું હતું જો કે બન્ને દેશોને ભારપતે યુદ્ધને સમાપ્ત કરવાનું કહ્યું હતું