નવી દિલ્હીઃ આજના સમયે ટેક્નોલોજી એ હદે મનુષ્યનો અંગ બની છે કે તેના વગર જીવન જીવવું અશક્ય બન્યું છે ત્યારે ટેકનીકલ ખામી માણસનો ભોગ લઇ લે તેવી સ્થિતિ ક્યારે નિર્માણ પામતી હોય છે. એવી જ એક ઘટના તાજેતરમાં મધ્ય પૂર્વી દેશ કે અખાતી દેશ સાઉદી અરબમાં બનવા પામી છે. અહી એક 27 વર્ષીય ભારતીય નાગરિક મોહમ્મદ શહેઝાદ ખાનનું અવસાન થયું છે. તે ભારતનો તેલંગાણાનો રહેવાસી હતો પણ હાલ ત્યાં નોકરી કરતો હતો. સુત્રો તરફથી જાણવા મળ્યા અનુસાર, શહેઝાદ તેના એક મિત્ર સાથે સાઉદી અરબનાં એક રણ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, અને અચાનક રસ્તામાં તેનું GPS સિગ્નલ ફેઈલ થઈ ગયું, GPS લોસ્ટ થતા જ તે દિશાવિહીન થઇ ગયો. ચારેય બાજુ અફાટ રણ. કઈ દિશામાં જવું તેનો તેમને ખ્યાલ જ ના આવ્યો. થોડા સમય પછી તેમની કારનું પેટ્રોલ પણ ખલાસ થઇ ગયું. મોબાઈલ ફોનની બેટરી પણ પૂરી થઈ ગઈ, જેના કારણે તે કોઈની મદદ માગી શક્યો નહીં. તે જે રણ હતું તેનું નામ રણ રુબ-અલ ખલીહતું કે જ્યાં આ બંને મિત્રો ફસાયા હતા. તે વિશ્વની સૌથી ખતરનાક જગ્યાઓમાંથી એક હોવાનું કહેવાય છે.
શહેઝાદ અને તેનો મિત્ર લાંબા સમય સુધી પાણી કે ખોરાક વિના રણની આકરી ગરમીમાં ફસાયેલા રહ્યા. ભૂખ અને તરસને કારણે તેમની તબિયત લથડી અને બંનેનું મૃત્યુ થયું. શેહઝાદ અને તેના મિત્રના મૃતદેહ ચાર દિવસ પછી 22 ઓગસ્ટના રોજ રણમાં તેમની બાઇક પાસે મળી આવ્યા હતા. શહેઝાદ છેલ્લા ત્રણ વર્ષથી સાઉદી અરેબિયામાં એક ટેલિકોમ્યુનિકેશન કંપનીમાં કામ કરતો હતો. રુબ-અલ-ખલી રણ એ વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાંનો એક રુબ અલ ખલીને ખાલી રણ પણ કહેવામાં આવે છે. તે અરબી રણનો સૌથી મોટો ભાગ છે, જે રાજ્યના કુલ વિસ્તારના ચોથા ભાગનો હિસ્સો ધરાવે છે. રૂબ-અલ-ખલી 650 કિલોમીટર સુધી વિસ્તરે છે. તે સાઉદી અરેબિયાના દક્ષિણ ભાગ અને ઓમાન, યુએઈ અને યમન જેવા પડોશી દેશો સુધી વિસ્તરે છે. રુબ અલ-ખલી એ વિશ્વના સૌથી સૂકા વિસ્તારોમાંનો એક છે. તેના મોટા ભાગની હજુ સુધી શોધ થઈ નથી. આ રણમાં રેતીની નીચે પેટ્રોલિયમનો વિશાળ ભંડાર છે. 1948 માં આ રણના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં અલ-ઘાવરમાં વિશ્વનો સૌથી મોટો પરંપરાગત તેલ ભંડાર મળી આવ્યો હતો. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધથી 260 કિમી દૂર અલ-ગવરમાં અબજો બેરલ તેલ જમીનમાં ધરબાયેલું છે. ત્યારે વિદેશમાં વસતા નાગરિકોએ કેટલી બધી વાતોની કાળજી લેવી પડે છે તે આવા કિસ્સાઓ પરથી પણ ફલિત થાય છે.
#TragicLoss #IndianLabourer #SaudiArabia #DesertTragedy #MigrantWorkers #HeartbreakingNews #LaborerInPeril #ExpatsInDanger #HumanRights #JusticeForWorkers