ભારતીય નિર્માતાઓએ વૈશ્વિક EV બજાર કબ્જે કરવું જોઈએઃ G20 શેરપા અમિતાભ કાંત
નવી દિલ્હીઃ G20 શેરપા અને નિતિ આયોગના પૂર્વ સીઈઓ અમિતાભ કાંતનું કહેવુ છે કે ઈંટરનલ કમ્બશન એન્જિન (ICE) એક જુની ટેક્નોલોજી છે અને ભવિષ્ય ઇલેક્ટ્રિક વાહનોનું છે. તેણે ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) નિર્માતાઓને ભારતને ઈવીનો સૌથી મોટો નિર્માતા અને નિર્યાતક બનાવવા માટે પ્રેરિત કર્યા.
મીડિયા રિપોર્ટ મુજબ, કાંતે બેંગલુરુમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમના ભાષણ દરમિયાન કહ્યું કે, “અમે દુનિયામાં ટુ-વ્હીલર્સના સૌથી મોટા નિર્યાતક છીએ, ICE મારા મતે જૂની ટેક્નોલોજી છે અને બજારમાં ઈલેક્ટ્રોનિક વાહનોનો દબદબો છે. અને એટલા માટે ઈવી કંપનીઓને ખાલી ભારત માટે જ નહી પણ દૂનિયા માટે પણ નિર્માણ કરવું જોઈએ.
કાન્તે ભારતીય EV કંપનીઓને વૈશ્વિક બજાર માટે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરનું બનાવવા માટે પ્રેરિત કર્યા. તેમણે કહ્યું “આ ઉદ્યોગસાહસિકોની માનસિકતા છે. ભારત એક મોટું બજાર છે, પણ આપણને ખ્યાલ નથી કે ભારતમાં જે મળે છે તેના કરતાં નિકાસ બજાર પાંચ ગણું વધારે આપે છે. દર વખતે નિકાસને કારણે ભારતનો વિકાસ થયો છે,”. તેમણે કહ્યું કે 2030 સુધીમાં આખું વિશ્વ માત્ર ઇલેક્ટ્રિક પર જશે અને ભારતે આ તકનો લાભ લેવો જોઈએ.
કાંતના શબ્દો એવા સમયે આવ્યા છે જ્યારે કેન્દ્ર સરકારે ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રીક વ્હીકલ્સ (FAME) સ્કીમ માટે અંદાજે 44 ટકા જેટલો ઘટાડો કરીને નાણાકીય વર્ષ 2025 માટે 2,671 કરોડ રૂપિયા કરી દીધા છે. જેના કારણે ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને અપનાવવામાં ઘટાડો થઈ શકે છે.