યુએસ રાષ્ટ્રપતિ જોબાઈડેને કહ્યું, ‘અમેરિકી પ્રેસની સરખામણીમાં ભારતીય મીડિયાનો વ્યવહાર શ્રેષ્ઠ’, જાણો જવાબમાં પીએમ મોદી એ શું કહ્યું
- જોબાઈડેને ભારતીય મીડિયાની કર્યા વખાણ
- કહ્યું, અમેરિકી પ્રેસની તુલનામાં ભારતીય મીડિયા વધુ સારી
દિલ્હીઃ- અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ જોબાઈડેન અને પીએમ મોદી પહેલી વખસ રુબરુ મળ્યા હતા, કોરોના મહામારીને કારણે અનેક સભાઓનું ઓનલાઈન આયોજન થતું આવ્યું હતું જ્યારે વિતેલા દિવસને જ શુક્રવારે વ્હાઇટ હાઉસમાં પ્રથમ દ્વિપક્ષીય બેઠક દરમિયાન આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સામસામે વાતચીત કરી હતી.
આ બન્ને નેતાઓ વચ્ચે દ્રિપક્ષીય વાર્તાઓ યોજાઈ હતી, આ દરમિયાન, બિડેને કટાક્ષ કર્યો કે ભારતીય પ્રેસ અમેરિકન પ્રેસ કરતા “વધુ સારી રીતે વર્તે છે”. 2014 માં સત્તા સંભાળ્યા બાદ સાતમી વખત અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીનું વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ બાઈડેન દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ મુલાકાતના આરંભે બાઈડેન અને મોદીએ એકબીજાને શુભેચ્છા પાઠવ્યા બાદ તરત જ, અમેરિકી રાષ્ટ્રપતિ મોદીને ઓવલ ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં તેઓ મીડિયા સામે બેસીને વાતચીત કરવાના હતા. ત્યારે આ બંને નેતાઓ જેવા જ પોતાની બેઠક પર બેઠા, ત્યારે રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું, “મને લાગે છે કે તેઓ આ બાબતો પ્રેસના માધ્યમથી રજૂ કરવા માંગે છે. ભારતીય પ્રેસનો વ્યવહાર અમેરિકન પ્રેસ કરતાં વધુ સારો છે … અને મને લાગે છે કે, તમારી પરવાનગી સાથે, આપણે પ્રશ્નોના જવાબ ન આપવા જોઈએ કારણ કે તેઓ આ મુદ્દે કોઈ પ્રશ્નો પૂછશે નહીં. ” આ વાત પર પીએમ મોદી એ કહ્યું કે તેઓ પુરી રીતે તેમની આ વાતથી સહમત છે.
બેઠક દરમિયાન, બાઈડેન અને મોદીએ મહાત્મા ગાંધીને તેમની જન્મજયંતિ 2 ઓક્ટોબર પહેલા યાદ કર્યા અને ગાંધીના અહિંસા, સહિષ્ણુતા અને આદરના મૂલ્યોનો પુનરોચ્ચાર કર્યો હતો.
બાઈડેને ઓવલ કાર્યલાયમાં પત્રકારોને જણાવ્યું હતું કે, “વિશ્વ આવતા અઠવાડિયે મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવશે.” આપણે બધાએ અહિંસા, આદર અને સહિષ્ણુતાના તેમના ઉપદેશોને યાદ રાખવા જોઈએ, જે પહેલા કરતા વધારે મહત્વ ધરાવે છે. ગાંધીજીએ સંરક્ષણ પર ભાર મૂક્યો છે, આ એક એવી અવઘારણા છે જે આવનારા સમયમાં આપણા ગ્રહ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.