Site icon Revoi.in

ભારતીય નૌકાદળમાં MH-60R સીહોક હેલિકોપ્ટર સમાવેશ, જાણો તેની વિશેષતા

Social Share

નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાએ MH-60R સીહોક હેલિકોપ્ટરને તેના કાફલામાં સામેલ કર્યું છે. નેવીના આ પગલા બાદ તેની સૈન્ય ક્ષમતામાં વધારો થયો છે. MH-60R સીહોક હેલિકોપ્ટરને નેવલ ચીફ આર હરિ કુમારની હાજરીમાં કોચીમાં INS ગરુડા ખાતે એક સમારોહમાં નેવલ એર સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં આવ્યું હતું. તો ચાલો જાણીએ હેલિકોપ્ટરની ખાસ વિશેષતા વિશે…

MH-60R સીહોક હેલિકોપ્ટર અત્યાધુનિક હથિયારો, સેન્સર અને અન્ય સુવિધાઓથી સજ્જ છે. કાફલામાં તેના સમાવેશથી નૌકાદળની લડાયક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ સીહોક હેલિકોપ્ટર્સના કાફલામાં સામેલ થવાને નૌકાદળના આધુનિકીકરણની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

MH-60R Seahawk હેલિકોપ્ટર અમેરિકન સંરક્ષણ કંપની લોકહીડ માર્ટિન કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે. ભારતે વર્ષ 2020માં આવા 24 હેલિકોપ્ટર માટે $2.6 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેલિકોપ્ટર નૌકાદળના સૌથી જૂના હેલિકોપ્ટરનું સ્થાન લેશે. MH-60R સીહોક હેલિકોપ્ટર અત્યાધુનિક શસ્ત્રો, સેન્સર અને અન્ય સુવિધાઓથી સજ્જ છે. કાફલામાં તેના સમાવેશ બાદ ભારતીય નૌકાદળની ફાયરપાવર ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.

આ હેલિકોપ્ટર અત્યાધુનિક રડાર, હેલફાયર મિસાઈલ, નાઈટ વિઝન ઈક્વિપમેન્ટ, MK 54 ટોર્પિડો અને રોકેટ વગેરેથી સજ્જ છે. તે સમુદ્રમાં છુપાયેલી સબમરીનને શોધીને તેનો નાશ કરી શકે છે. હેલિકોપ્ટર એન્ટી સબમરીન વૉરફેર, એન્ટી-સફેસ વૉરફેર, સર્ચ, રેસ્ક્યૂ અને મેડિકલ ઑપરેશન્સ સહિત અન્ય મિશન માટે તૈયાર કરવામાં આવ્યું છે.આ હેલિકોપ્ટર સર્વેલન્સ, જાસૂસી, હુમલો, શોધ અને સબમરીનનો નાશ કરી શકે છે. તે મહત્તમ 10,433 કિગ્રા વજન સાથે ટેક ઓફ કરી શકે છે. MH-60R સીહોક હેલિકોપ્ટર 830 કિમીની રેન્જ કવર કરી શકે છે અને 270 કિમીની ઝડપે ઉડાન ભરી શકે છે.