Site icon Revoi.in

ભારતીય નૌકાદળનું P8I વિમાન ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પહોંચ્યું,આ દરિયાઈ અભિયાનોમાં લેશે ભાગ    

Social Share

દિલ્હી:ભારતીય નૌસેનાનું P8I વિમાન ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં પહોંચી ગયું છે.આ વિમાન દરિયાઈ અભિયાનમાં ભાગ લેશે.આ વિમાન સબમરીન વિરોધી યુદ્ધ અને સપાટી પર દેખરેખ જેવી દરિયાઈ કામગીરીમાં ભાગ લેશે.મંગળવારે એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,વિમાન અને તેના ક્રૂ ડાર્વિનમાં સંકલિત ઓપરેશનમાં ભાગ લેશે.

નિવેદન મુજબ, પોતાના પ્રવાસ દરમિયાન ભારતીય નૌસેનાનું મેરીટાઇમ પેટ્રોલ સ્ક્વોડ્રનની ટુકડી અલ્બાટ્રોસના રોયલ ઓસ્ટ્રેલિયન એરફોર્સની 92 વિંગના તેમના સમકક્ષો સાથે અભ્યાસ કરવાના છે.બંને દેશોના P8 વિમાન દરિયાઈ ક્ષેત્રમાં જાગૃતિ લાવવા માટે સબમરીન વિરોધી યુદ્ધ અને સપાટી પર દેખરેખ માટે સંકલિત કામગીરી કરશે. P8A વિમાન ઓસ્ટ્રેલિયાના હાથમાં છે. P8A અને P8i બંને વિમાન P8 શ્રેણીના છે.

ભારતીય નૌસેનાનું માનીએ તો આ દિવસોમાં સમુદ્રમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય કવાયત દ્વારા બંને દરિયાઈ રાષ્ટ્રો વચ્ચે સંવાદમાં વધારો જોવા મળ્યો છે.ત્યારથી આંતરસંબંધ વધ્યો અને મિત્રતાનો સેતુ વધુ મજબૂત થયો.