નવી દિલ્હી: ભારતીય નૌસેનાના અધિકારી અને જવાન તમને જલ્દીથી કોટ-પેન્ટ અથવા ફોર્મલ વિયરના સ્થાને નેવલ મેસમાં કુર્તો-પાયજામો જેવા દેશી પરિધાનમાં સજ્જ થઈને હસી-મજાક કરતા જોવા મળશે. હકીકતમાં ઈન્ડિયન નેવીએ મેસ એન્ટ્રી નિયમોમાં ફેરફાર કર્યા છે. તેના હેઠળ અત્યાર સુધીમાં મેસમાં કુર્તા-પાયજામામાં આવવા પરની રોક હટાવી દેવાય છે. આ પગલું કેન્દ્ર સરકાર તરફથી બ્રિટિશ ગુલામીના સમયગાળા દરમિયાનના ચિન્હો અને નિયમોને હટાવવા અને મિલિટ્રી ટ્રેડિશન્સ અને કસ્ટમ્સને ભારતીયતાને અનુરૂપ બનાવવાના નિર્દેશો હેઠળ ઉઠાવવામાં આવ્યા છે.
ઈન્ડિયન નેવી હેડક્વાર્ટરે પોતાની તમામ કમાન્ડ્સને આદેશ જાહેર કર્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓને ઓફિસર્સ મેસમાં અને સેલર્સને સેલર્સ ઈન્સ્ટીટ્યૂટ્સમાં કુર્તો-પાયજાામો જેવા એતનિક વિયર પહેરવાની મંજૂરી અપાય રહી છે. આ સ્થાનો પર કુર્તા-પાયજામાની સાથે સ્લીવલેસ જેકેટ અને ફોર્મલ શૂઝ કે સેન્ડલની સાથે પહેરી શકાય છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલમાં દાવો કરાયો છે કે ભલે નેવીએ કુર્તા-પાયજામાને પહેરવાની મંજૂરી આપી છે. પરંતુ તેના રંગને લઈને છૂટ આપવામાં આવી નથી. તેની સાથે જ કુર્તા-પાયજામાનો કટ અને શેપ પણ નક્કી કરવામાં આવ્યો છે.
નેવી ઓર્ડર મુજબ-
- કુર્તો ઘેરા રંગનો હશે તેની લંબાઈ ઘૂંટણ સુધીની હશે. તેની બાયમાં બટન અથવા કફ-લિંક્સની સાથે કફ્સ લાગેલા હશે.
- કુર્તાની સાથે પાતળો પાયજામો પહેરવો પડશે, જે કુર્તાના મેચિંગ અથવા કોન્ટ્રાસ્ટ કલરનો હશે.
- પાયજામો ટાઉઝર્સની જેમ કમરમાં નાડાના સ્થાને ઈલાસ્ટિક્સવાળો હશે અને તેમાં સાઈડ પોકેટ્સ પણ હશે.
- સ્લીવલેસ જેકેટ અથવા સ્ટ્રેટ કટ વેસ્ટકોમાં પર મેચિંગ પોકેટ સ્ક્વેરને યૂઝ કરી શકાય છે
- મહિલા અધિકારીઓને પણ આ પ્રતિબંધો સાથે જ કુર્તો-ચૂડીદાર અથવા કુર્તો-પલાઝો પહેરવાની મંજૂરી અપાય છે
- આ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવો ડ્રેસકોડ યુદ્ધજહાજો અથવા સબમરીનોમાં ડ્યૂટી દરમિયાન લાગુ નહીં થાય.
સપ્ટેમ્બરમાં જ અપાયા હતા સંકેત –
ઈન્ડિયન નેવીમાં કુર્તો-પાયજામો પહેરવાની મંજૂરી મળવાના સંકેત ગત વર્ષ સપ્ટેમ્બરમાં એડમિરલ આર. હરિકુમારની અધ્યક્ષતાવાળી નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જ મળી ગયા હતા. તે સમયે જ નેશનલ સિવિલ ડ્રેસ તરીકે કુર્તા-પાયજામાને પહેરવાની મંજૂરી આપવાની ચર્ચા કરવામાં આવી હતી.
આ પહેલા શું હતો નિયમ?-
અત્યાર સુધી ભારતીય સેનાની ત્રણેય પાંખમાં પુરુષ અધિકારીઓ અને સેલર્સની સાથે જ મહેમાનો માટે પણ કુર્તો-પાયજામો પહેરવા પર રોક હતી. ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન એરફોર્સ અને ઈન્ડિયન નેવીની મેસમાં આ ડ્રેસ પહેરીને એન્ટ્રી કરી શકાતી ન હતી.
ઈન્ડિયન નેવી સતત હટાવી રહી છે ગુલામીના ચિન્હો-
ઈન્ડિયન નેવીમાં આ પહેલો મોકો નથી, જ્યારે બ્રિટિશ ગુલામીના તબકક્કાના કોઈ નિશાનને અલવિદા કહેવામાં આવ્યું છે. આના પહેલા પણ ઈન્ડિયન નેવી ઘણી બ્રિટિશકાલિન પરંપરાઓ અને ચિન્હોને હટાવી ચુકી છે. તેમાં ઈન્ડિયન નેવીનો નવો ધ્વજ પણ સામેલ છે. આ પગલું 2022માં પીએમ મોદીની તરફથી કરવામાં આવેલી ગુલામીની માનસિકતાથી મુક્તિની હાકલ પ્રમાણે ઉઠાવાયું છે.