ભારતીય નૌસેનાએ બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને બચાવ્યા, 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ
- બંગાળની ખાડીમાં ફસાયા ત્રણ જહાજો
- ભારતીય નૌસેનાએ કર્યો બચાવ
- 36 માછીમારોનું કર્યું રેસ્ક્યુ
દિલ્હી: બંગાળની ખાડીમાં ત્રણ જહાજો ફસાયા હતા.બંગાળની ખાડીમાં ફસાયેલા ત્રણ જહાજોને ભારતીય નૌસેનાએ બચાવ્યા હતા. આ ત્રણ જહાજોમાં 36 માછીમારો સવાર હતા.જેનું ભારતીય નૌસેના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, નેવીએ શનિવારે કહ્યું કે તેણે બંગાળની ખાડીમાં ફસાયેલા 36 ભારતીય માછીમારોને બચાવ્યા છે. આ માછીમારોને ઇન્ડિયન નેવલ શિપ (INS) ખંજર દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. નૌકાદળના પ્રવક્તા કમાન્ડર વિવેક મધવાલે કહ્યું, “બંગાળની ખાડીમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજ INS ખંજરે તમિલનાડુના દરિયાકાંઠે 130 નોટિકલ માઈલ દૂર ફસાયેલા 36 ભારતીય માછીમારોને સુરક્ષિત રીતે બચાવ્યા છે.”
તેમણે કહ્યું, “આ માછીમારો ત્રણ બોટમાં મુસાફરી કરી રહ્યા હતા. INS ખંજર પડકારજનક દરિયાઈ પરિસ્થિતિઓ વચ્ચે 30 કલાકથી વધુ લાંબા ઓપરેશનમાં ત્રણેય બોટને કિનારે લાવવામાં આવી હતી.” INS ખંજર બંગાળની ખાડીમાં કાર્યરત છે. તેણે તમિલનાડુના દરિયાકાંઠે 130 નોટિકલ માઇલ દૂર ત્રણ બોટ-સબરીનાથન, કલાઈવાની અને વી સામી જોઈ હતી.
કમાન્ડર મધવાલે કહ્યું, “બોટમાં સવાર 36 માછીમારો તમિલનાડુના નાગાપટ્ટિનમના છે અને ખરાબ હવામાનને કારણે તેઓ બે દિવસથી દરિયામાં ફસાયેલા હતા. તેમની પાસે કોઈ ઈંધણ નહોતું, અન્ય કોઈ સગવડ નહોતી અને બોટના એન્જિન પણ તૂટી ગયા હતા. નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જહાજે નૌકાઓને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડી હતી અને 30 કલાકથી વધુ લાંબી કામગીરી કર્યા બાદ શુક્રવારે ચેન્નાઈ પરત ફરવાની ખાતરી આપી હતી.