દિલ્હી – ભારતીય નૌકાદળ દિવસેને દિવસે સતત પ્રગતિ કરી રહી છે ત્યારે નવીનતમ સ્વદેશી મિસાઇલ વિનાશક ઇમ્ફાલવગક્સ નિર્દેશન કરવામાં આવ્યું હતું,સેનામાં જોડાતા પહેલા ભારતીય નૌકાદળે પ્રથમ વખત યુદ્ધ જહાજમાંથી મિસાઈલ છોડી છે. આ યુદ્ધ જહાજનું નામ વિશાખાપટ્ટનમ ક્લાસ સ્વદેશી ગાઈડેડ મિશાઇલ ડેસટ્રોયર આઈએનેસ ઇમ્ફાલ છે.
નેવીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દરિયામાં તેના પ્રથમ બ્રહ્મોસ ગોળીબારમાં, ઇમ્ફાલે લક્ષ્યને સચોટ રીતે પાર કર્યું છે આ સાથે જ ઇમ્ફાલને તેના કાફલામાં સામેલ કરવાનો નિર્ણય સ્વદેશી શસ્ત્રો અને પ્લેટફોર્મની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા પર નૌકાદળનું અતૂટ ધ્યાન દર્શાવે છે.
આ જહાજનું નિર્માણ સ્વદેશી સ્ટીલ DMR 249Aનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. ઇમ્ફાલ ભારતમાં બનેલા સૌથી મોટા ડિસ્ટ્રોયર્સમાંનું એક હોવાનું કહેવાય છે. તેની કુલ લંબાઈ 164 મીટર છે.
નૌકાદળના જણાવ્યા અનુસાર, કોઈપણ જહાજને સંપૂર્ણપણે ચાલુ કરવામાં આવે તે પહેલાં વિસ્તૃત રેન્જની બ્રહ્મોસ મિસાઈલનું પ્રથમ વખત પરીક્ષણ કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની કવાયત દ્વારા નેવી એ સંદેશ આપવા માંગે છે કે નેવી કોઈપણ પરિસ્થિતિમાં લડવા માટે તૈયાર છે.
આ સાથે જ નેવીને આત્મનિર્ભર ભારતમાં સંપૂર્ણ વિશ્વાસ છે સ્વદેશી જહાજ ઈમ્ફાલ દ્વારા મિસાઈલને નષ્ટ કરવામાં મળેલી સફળતાને હાઈલાઈટ કરતાં નૌકાદળે જણાવ્યું હતું કે, તે ‘આત્મનિર્ભર ભારત’ હેઠળ વધતી જહાજ નિર્માણ ક્ષમતાને પણ દર્શાવે છે.ઈમ્ફાલ જહાજની ક્ષમતા સુપરસોનિક સરફેસ ટુ સરફેસ મિસાઈલ ‘બ્રહ્મોસ’ અને મીડિયમ રેન્જની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ ‘બરાક-8’થી સજ્જ છે. અંડરવોટર વોરફેર ક્ષમતા માટે ડિસ્ટ્રોયરમાં ઘણી વધુ સુવિધાઓ ઉમેરવામાં આવી છે.