1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય નૌસેનાની તાકાત થશે બમણી – PM મોદી 2 સપ્ટેમ્બરે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નૌસેનાના બેડામાં કરશે સામેલ, જાણો તેની ખાસિયતો
ભારતીય નૌસેનાની તાકાત થશે બમણી – PM મોદી 2 સપ્ટેમ્બરે સ્વદેશી વિમાનવાહક જહાજ  INS વિક્રાંતને નૌસેનાના બેડામાં કરશે સામેલ, જાણો તેની ખાસિયતો

ભારતીય નૌસેનાની તાકાત થશે બમણી – PM મોદી 2 સપ્ટેમ્બરે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નૌસેનાના બેડામાં કરશે સામેલ, જાણો તેની ખાસિયતો

0
Social Share
  • નૌસેનાની તાકાત થશે બમણી 
  • સ્વદેશી વિમાનવાહક જહાજ  INS વિક્રાંતને નૌસેનાના બેડામાં સામેલ થશે
  • પીએમ મોદી 2 સપ્ટેમ્બરે નૌસેનાને સોંપશે આ જહાજ

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કેન્દ્ર સરકાર અથાગ પ્રય્તન કરી રહી છે . ખાસ કરીને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હવે નૌસેનાના વિમાનવાહક જહાજ હોય કે પછી આર્મીના શસ્ત્રો હોય જેને ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છે જેનાથી ભારતના લોકોને રોજગાર મળી રહ્યો છે અને ભારતને વેગ મળી રહ્યો છે ત્યારે હવે 20ી સપ્ટેમ્બરના રોજ નૌસેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રી નરેૈન્દ્ર મોદી આ દિવસે સ્વદેશી વિમાનવાહક જહાજ  INS વિક્રાંતને નૌસેનાના બેડામાં સામેલ કરવા જઈ રહ્યા છે, આ જહાજ અનેક સુવિધાઓથી સજ્જ હશે.

આ વિમાનવાહક જહાજ એ દેશના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર નેવીમાં સામેલ  થતાની સાથે જ નાસેનાની તાકાત બમણી થશે .વડાપ્રધાન અહીં કોચીન શિપયાર્ડ લિમિટેડની અંદર ભારતીય નૌકાદળમાં રૂ. 20 હજાર કરોડથી વધુના ખર્ચે બનેલ આ એરક્રાફ્ટ કેરિયરને સામેલ કરશે.

ઉલ્લેખનીય છે કે  ભારતીય નૌકાદળ દ્વારા સીએસએલ પાસેથી 28 જુલાઈના રોજ સમુદ્રી પરીક્ષણોના ચોથા અને અંતિમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફ્ટ કેરિયરને હસ્તગત કરવામાં આવ્યું હતું.IAC વિક્રાંત કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ જ નામના યુદ્ધ જહાજે 1971ના યુદ્ધમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માનમાં આ એરક્રાફ્ટ કેરિયરનું નામ IAC વિક્રાંત રાખવામાં આવ્યું હતું.

જાણો આ સ્વદેશી એરક્રાફ્ટ જહાજની ખાસિયતો

 

  • આ સંપૂર્ણપણે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેની લંબાઈ 262 મીટર છે, જ્યારે તેની પહોળાઈ 60 મીટર છે. IAC વિક્રાંતને પણ બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ કરવામાં આવ્યું છે.
  • આ જહાજ એક જ વારમાં 7500 નોટિકલ માઈલનું અંતર કાપવામાં સક્ષમ છે.
  • દેશનું પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર IAC વિક્રાંત કમિશનિંગ માટે તૈયાર છે. 
  • આ એરક્રાફ્ટ કેરિયર નું વજન લગભગ 45 હજાર ટન છે. તેમાં 2300 થી વધુ કમ્પાર્ટમેન્ટ છે, જેમાં 1700 લોકો બેસી શકે છે
  • IAC વિક્રાંત પાસે એકસાથે 30 ફાઈટર જેટ અને હેલિકોપ્ટર લઈ જવાની ક્ષમતા ધરાવે છે. તેમાં ચાર ગેસ ટર્બાઇન એન્જિન છે, જે 88 મેગાવોટની શક્તિ આપશે
  • આ એરક્રાફ્ટ કેરિયરમાં વીજળીના 8 જનરેટર છે. આ યુદ્ધજહાજમાં તમામ સુવિધાઓ સાથે અત્યંત આધુનિક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે.
  • . આ યુદ્ધ જહાજની મહત્તમ ઝડપ 28 નોટિકલ માઈલ છે. MiG-29K ફાઇટર જેટ ઉપરાંત કામોવ-31 હેલિકોપ્ટર, MH-60R મલ્ટી-રોલ હેલિકોપ્ટર પણ આના પર તૈનાત રહેશે
  • આ સહીત સેંકડો સૈનિકો માટે ભોજન રાંધવા માટે રસોડાની વ્યવસ્થા પણ છે. રસોડામાં ઘણા ઓટોમેટિક મશીનો 
  •  વિક્રાંતની ફ્લાઇટ ડેક લગભગ 2 ફૂટબોલ મેદાન જેટલી છે. આ યુદ્ધ જહાજ પર ડેમેજ કંટ્રોલ સેન્ટર છે, જ્યાંથી આગ કે પાણીના કારણે થતા અકસ્માતો અંગે તકેદારી રાખવામાં આવશે.
  • છે. આ જહાજમાં લગભગ 76 ટકા સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મહિલા અધિકારીઓ માટે અલગ કેબિન છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code