Site icon Revoi.in

ભારતીય નૌસેનાની તાકાત થશે બમણી – PM મોદી 2 સપ્ટેમ્બરે સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંતને નૌસેનાના બેડામાં કરશે સામેલ, જાણો તેની ખાસિયતો

Social Share

દિલ્હીઃ- ભારત દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બનાવાની દિશામાં કેન્દ્ર સરકાર અથાગ પ્રય્તન કરી રહી છે . ખાસ કરીને મેક ઈન ઈન્ડિયા અંતર્ગત હવે નૌસેનાના વિમાનવાહક જહાજ હોય કે પછી આર્મીના શસ્ત્રો હોય જેને ભારતમાં જ નિર્માણ કરવામાં આવી રહ્યા છે જેનાથી ભારતના લોકોને રોજગાર મળી રહ્યો છે અને ભારતને વેગ મળી રહ્યો છે ત્યારે હવે 20ી સપ્ટેમ્બરના રોજ નૌસેનાની તાકાતમાં ઓર વધારો થવા જઈ રહ્યો છે દેશના પ્રધાનમંત્રી નરેૈન્દ્ર મોદી આ દિવસે સ્વદેશી વિમાનવાહક જહાજ  INS વિક્રાંતને નૌસેનાના બેડામાં સામેલ કરવા જઈ રહ્યા છે, આ જહાજ અનેક સુવિધાઓથી સજ્જ હશે.

આ વિમાનવાહક જહાજ એ દેશના પ્રથમ સ્વદેશી નિર્મિત એરક્રાફ્ટ કેરિયર નેવીમાં સામેલ  થતાની સાથે જ નાસેનાની તાકાત બમણી થશે .વડાપ્રધાન અહીં કોચીન શિપયાર્ડ લિમિટેડની અંદર ભારતીય નૌકાદળમાં રૂ. 20 હજાર કરોડથી વધુના ખર્ચે બનેલ આ એરક્રાફ્ટ કેરિયરને સામેલ કરશે.

ઉલ્લેખનીય છે કે  ભારતીય નૌકાદળ દ્વારા સીએસએલ પાસેથી 28 જુલાઈના રોજ સમુદ્રી પરીક્ષણોના ચોથા અને અંતિમ તબક્કાને સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ એરક્રાફ્ટ કેરિયરને હસ્તગત કરવામાં આવ્યું હતું.IAC વિક્રાંત કોચીન શિપયાર્ડ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. આ જ નામના યુદ્ધ જહાજે 1971ના યુદ્ધમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના માનમાં આ એરક્રાફ્ટ કેરિયરનું નામ IAC વિક્રાંત રાખવામાં આવ્યું હતું.

જાણો આ સ્વદેશી એરક્રાફ્ટ જહાજની ખાસિયતો