Site icon Revoi.in

ભારતીય નૌસેનાની તાકાત થશે બમણીઃ- અમેરિકા તરફથી જુલાઈ મહિનામાં મિસાઈલથી સજ્જ એમએચ-60 હેલિકોપ્ટર મોકલાશે

Social Share

દિલ્હીઃ- દેશની સરકારે દેશની ત્રણે સેનાઓને વધુ મજબૂત બનાવવા માટે અને દુશ્મનોને સબક શિખવાડવા માટે અનેક મોરચે કાર્ય કર્યું છે, દેશ વિદેશથી આ બાબતે મદદ પણ લેવામાં આવી રહી છે, ત્યારે હવે છેલ્લા 10 વર્ષ જેટલા સમયથી રાહ જોયા  બાદ ભારતીય નોસેનાને આવતા મહિના જુલાઇમાં અમેરિકા તરફથી પ્રથમ જથ્થામાં ત્રણ એમએચ -60 રોમિયો હેલિકોપ્ટર મોકલવામાં આવશે. આ હેલિકોપ્ટર મલ્ટિફંક્શનલ રડારથી સજ્જ હશે અને રાત્રે પણ દુશ્મન પર હુમલો કરવામાં સક્ષમ છે..

અમેરિકા તરફથી મોકલવામાં આવનારા સામાનમાં હવામાંથી સપાટી પર વાર કરનારી હેલફાયર મિસાઇલો, ટાર્પિડોઝ અને દુશ્મનો પર ચોકસાઇથી હુમલો કરનારા શસ્ત્રો શામેલ છે. રોમિયો હેલિકોપ્ટર કાર્ગો વિમાનો, યુદ્ધ જહાજો પણ કાર્ય કરી શકે છે. જેમાં સમુદ્રમાં શોધ અભિયાન સિવાય શિકારી સબમરિનમાં પણ તૈનાત કરવામાં કરી શકાય છે.

ભારતને અમેરિકા તરફથી આવતા મહિનાના પ્રથમ જથ્થામાં 3 હેલિકોપ્ટર અપાશે

ભારત અને યુએસએ વર્ષ 2020 માં લોકહિડ માર્ટિન કંપની પાસેથી 16 હજાર કરોડ રુપિયામાં 24 આવા મલ્ટિ-ફંક્શનલ હેલિકોપ્ટર ખરીદવાના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ભારત અને યુએસ 30 પ્રિડેટર ડ્રોનની ખરીદીને અંતિમ રૂપ આપવા પર કામ કરી રહ્યા છે. આ ડ્રોન ભારતની સુરક્ષા દળોની ક્ષમતામાં વધુ વધારો કરશે.

ભારતીય પાઇલટ્સની પહેલી બેચ આ હેલિકોપ્ટર ચલાવવાની તાલીમ લેવા માટે યુ.એસ. પહોંચી ચૂકી છે. તાલીમ માટે યુએસ પહોંચેલા ભારતીયોને પહેલા ફ્લોરિડાના પેનસાકોલા શહેરમાં તાલીમ આપવામાં આવશે.ત્યાર બાદ આ પાઇલટ્સ કેલિફોર્નિયાના સાન ડિએગોમાં તેમની બાકીની તાલીમ લેશે.

ઉલ્લેખનીય છે કે ભારતની ત્રણેય સેના હવે તમામ મોર્ચે સજ્જ છે, અનેક સુવિધઆ સજ્જ સાધનોનો તર્ણેય સેનામાં અવાનનવાર સમાવેશ કરવામાં આવી રહ્યો છે,ત્યારે હવે આ હેલિકોપ્ટરનો નોસેનામાં સમાવેશ થતાની સાથે જે તેની તાકાત બેગણી વધશે.