Site icon Revoi.in

ભારતીય ઓપનર પૃથ્વી શોની લાંબી રાહ પૂરી થઈ, 2 ફેબ્રુઆરીથી મેદાનનમાં પરત ફરશે

Social Share

ભારતીય ઓપનર પૃથ્વી શો લાંબા સમય પછી મેદાનમાં પરત આવશે. રણજી ટ્રોફી 2023-24 સિજનના ગ્રુપ બી મેચમાં બંગાળ નો સામનો મુંબઈ સામે થશે. પૃથ્વી શો લાંબા સમયથી મેદાનથી દૂર છે. પૃથ્વી શો મુંબઈની પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.
પાછલા વર્ષે ઓગષ્ટમાં પૃથ્વી શો ઘૂંટણમાં ઈજાનો શિકાર બન્યો હતો. તે સમયે પૃથ્વી શો ઈંગ્લેન્ડમાં કાઉન્ટિ ક્રિકેટ રમી રહ્યો હતો. પછી પૃથ્વી શોએ સર્જરી કરાવી હતી પછી નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહેબ કરાવવું પડ્યું હતુ. પરંતુ હવે આ બેટ્સમેન મેદાનમાં પાછો ફરવા તૈયાર છે. પાછલા દિવસોમાં બેંગ્લોર નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શોને ફીટ જાહેર કર્યો છે. આ રીતે મેદાનમાં પરત ફરી શકે છે. મુંબઈ અને બંગાળ રણજી ટ્રોફી 2023-24 સીઝનની ગ્રુપ બી મેચમાં ટકરાશે. તેમાં પૃથ્વી શો જોવા મળશે.

આ બાબતમાં મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સચિવ અજિંક્ય નાયકએ કહ્યું કે, નેશનલ ક્રિકેટ એકેડમીએ પૃથ્વી શોને ફીટ જાહેર કર્યા છે. તેના પછી યુવા બેટ્સમેનને રણજી ટ્રોફી મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. પૃથ્વી શોના ઈંટરનેશનલ કરિયર પર નઝર નાખીએ તો આ યુવા બેટ્સમેનએ 5 ટેસ્ટ મેચ સિવાય 6 વન-ડે અને 1 ટી-20 મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય પૃથ્વી શો આઈપીએલના 71 મેચ રમી છે. પૃથ્વી શો આપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમે છે.