1. Home
  2. ગુજરાતી
  3. ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે
ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે

ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ આજે રાતે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતીય મૂળની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરવા જઈ રહ્યા છે. તે શનિવારે નાસાના સ્ટારલાઈનરમાં અવકાશમાં ઉડાન ભરશે, જે આજે રાત્રે 10 વાગ્યે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરશે. આ પહેલા અમેરિકન સ્પેસ એજન્સી નાસા અને એરક્રાફ્ટ ઉત્પાદક બોઈંગના સંયુક્ત મિશનમાં કેટલીક સમસ્યાઓ આવી હતી.

7 મેના રોજ અવકાશયાનના ઓક્સિજન વાલ્વમાં તકનીકી ખામીને કારણે તેમની ઉડાન રદ કરવામાં આવી હતી. મિશન અંગે અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ કહ્યું, “જો બધુ બરાબર રહ્યું તો સ્ટારલાઈનર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર ડોક કરશે, ત્યારબાદ સુનિતા  વિલિયમ્સ અને બૂચ વિલ્મોર તેમના સાથીદારો સાથે સ્ટારલાઈનર સ્પેસક્રાફ્ટ અને તેની સબ-સિસ્ટમનું પરીક્ષણ કરશે.

ભ્રમણકક્ષામાં ફરતા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ફ્લાઈટ આજે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ભારતીય સમય અનુસાર રાત્રે 10 વાગ્યે ઉપડશે. વિલિયમ્સ અને સાથી નાસા અવકાશયાત્રી બૂચ વિલ્મોર યુએસ સ્પેસ એજન્સીના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામના ભાગ રૂપે સ્ટારલાઇનર અવકાશયાનમાં ઉડાન ભરનારા પ્રથમ માનવી હશે.

સ્ટારલાઈનર અવકાશયાનને રોકેટ કંપની યુનાઈટેડ લોન્ચ એલાયન્સ (યુએલએ) તરફથી એટલાસ 5 રોકેટ પરથી અવકાશમાં મોકલવામાં આવશે. તે રવિવારે ISS સાથે ડોક કરશે અને અવકાશયાત્રીઓ લગભગ એક અઠવાડિયા સુધી ISS પર વિવિધ પરીક્ષણો કરશે. નાસાએ કહ્યું કે, સ્ટારલાઈનર ત્યારપછી ISSથી અલગ થઈને 10 જૂને દક્ષિણ-પશ્ચિમ યુનાઈટેડ સ્ટેટ્સમાં પેરાશૂટ અને એરબેગની મદદથી પૃથ્વીના વાતાવરણ અને જમીન પર પાછા ફરશે.

સુનીતા વિલિયમ્સે અંતરિક્ષમાં રેકોર્ડ 322 દિવસ વિતાવ્યા છે અને તેમના નામે સૌથી વધુ કલાકો સુધી સ્પેસવોક કરનાર મહિલા વૈજ્ઞાનિક હોવાનો રેકોર્ડ છે. વિલિયમ્સ પહેલીવાર 9 ડિસેમ્બર, 2006ના રોજ અવકાશમાં ગયા હતા અને 22 જૂન, 2007 સુધી અવકાશમાં રહ્યા હતા. સુનીતા વિલિયમ્સે રેકોર્ડ 29 કલાક અને 17 મિનિટ સુધી ચાર વખત સ્પેસવોક કર્યું હતું. આ પછી સુનિતા વિલિયમ્સ 14 જુલાઈ 2012ના રોજ બીજી વખત અવકાશ યાત્રા પર ગયા અને 18 નવેમ્બર 2012 સુધી અવકાશમાં રહ્યા હતા. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code