Site icon Revoi.in

ન્યુયોર્કમાં ભારતીય મુળના લેખક સલમાન રશ્દી પર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ચાકુથી હુમલો

Social Share

ન્યયોર્કઃ ભારતીય મુળના બ્રિટિશ-અમેરિકી જાણીતા લેખક સલમાન રશ્દી તેમના એક વિવાદાસ્પદ પુસ્તકને લઈને  વર્ષો પહેલા વિવાદમાં આવ્યા હતા. ત્યારે શુક્રવારે અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એક કાર્યક્રમ દરમિયાન પ્રખ્યાત લેખક સલમાન રશ્દી પર સ્ટેજ પર હુમલો કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે જ્યારે રશ્દી કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા ત્યારે સ્ટેજ પર  તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતીય મૂળના બ્રિટીશ-અમેરિકી લેખક સલમાન રશ્દી ઉપર પશ્ચિમી ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો થયો હતો. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમય સવારે 11 વાગે ચૌટાઉક્વા ઈન્સ્ટિટ્યુટશનમાં હુમલાખોર ખૂબ ઝડપથી સ્ટેજ ઉપર દોડીને આવ્યો હતો અને સલમાન રશ્દી તથા ઈન્ટરવ્યૂ લેનાર ઉપર ચાકુથી હુમલો કર્યો હતો. ચાકુ રશ્દીના ગળા ઉપર લાગ્યું છે. જ્યારે ઈન્ટરવ્યૂ લેનારને સામાન્ય ઈજા પહોંચી હતી. હુમલામાં ઘવાયેલા રશ્દીને એર એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય અંગે અત્યારે કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. હુમલાખોરની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. તેની ઉંમર 25 વર્ષ આસપાસ હોવાનું કહેવાય છે

અત્રે ઉલ્લેખનીય છે કે પુસ્તક ‘The Satanic Verses’ લખવા બદલ ઈરાન દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. આ સંજોગોમાં ધમકી મળ્યાનાના વર્ષો બાદ શુક્રવારે રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ ઉપર ચાકુ મારવામાં આવ્યું છે. સલમાન રશ્દીના પુસ્તક ‘The Satanic Verses’ ઈરાનમાં પ્રતિબંધિત છે, કારણ કે તેમા અનેક મુસલમાન તેને ઈશનિંદા માને છે. રશ્દીનો જન્મ મુંબઈમાં થયો હતો. ‘The Satanic Verses’અને ‘Midnight’s Children’જેવા પુસ્તકો લખી તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમને બુકર પુરસ્કારથી સન્માનિત પણ કરવામાં આવેલા છે.’The Satanic Verses’પુસ્તક માટે તેને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા રુહોલ્લા ખોમૈનીના ફતવાનો પણ સામનો કરવો પડ્યો હતો. The Satanic Verses’સલમાનની ચોથી નૉવેલ છે. ભારત અને વિશ્વના અનેક દેશોમાં આ નૉવેલ ઉપર પ્રતિબંધ છે. આ નૉવેલ વર્ષ 1988માં પ્રકાશિત થઈ હતી, જે અંગે વ્યાપક વિવાદ થયો હતો.