ભારતીય પાસપોર્ટના 4 રંગો હોય છે,શું છે આ વિવિધ રંગોનો અર્થ ?
દરેક નાગરિકને વિદેશ પ્રવાસ માટે સત્તાવાર દસ્તાવેજની જરૂર પડશે.આ દસ્તાવેજ પાસપોર્ટ તરીકે ઓળખાય છે.શું તમે જાણો છો, ભારતમાં કેટલા પ્રકારના પાસપોર્ટ જારી કરવામાં આવે છે? ભારતમાં ઘણા પ્રકારના પાસપોર્ટ છે અને દરેક પાસપોર્ટનો પોતાનો અર્થ છે.તો ચાલો તેમના વિશે જાણીએ.
સામાન્ય પાસપોર્ટઃ આ પાસપોર્ટ ભારત સરકાર દ્વારા સામાન્ય માણસ માટે જારી કરવામાં આવે છે.આ પાસપોર્ટનો રંગ બ્લુ છે.આ પાસપોર્ટ ઇમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને સામાન્ય માણસ અને ભારતના ઉચ્ચ પદના અધિકારીઓ વચ્ચે તફાવત કરવામાં મદદ કરે છે.
રાજદ્વારી અથવા સત્તાવાર પાસપોર્ટ: આ પાસપોર્ટ ભારતીય રાજદ્વારીઓ અને વરિષ્ઠ સરકારી અધિકારીઓને આપવામાં આવે છે.આવા પાસપોર્ટ ધારકોને વિદેશ પ્રવાસમાં ઘણો ફાયદો થાય છે. આ રાજદ્વારી પાસપોર્ટ ધારકોને ઈમિગ્રેશન દરમિયાન સરળતાથી ક્લિયરન્સ મળે છે.
ઓરેન્જ પાસપોર્ટઃ આ પાસપોર્ટ 2018થી જારી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.ઓરેન્જ પાસપોર્ટ એવા લોકોની ઓળખ માટે આપવામાં આવે છે જેમણે 10મા ધોરણથી વધુ અભ્યાસ કર્યો નથી.
સફેદ પાસપોર્ટ: ભારતમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ એ ઉચ્ચ સરકારી અધિકારીઓને જારી કરાયેલ સફેદ પાસપોર્ટ છે. આ પાસપોર્ટ એવા લોકોને આપવામાં આવે છે જેઓ ઓફિશિયલ કામ માટે વિદેશ જતા હોય છે. આ પાસપોર્ટ ઈમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓ માટે અધિકારીની ઓળખ કરવામાં સરળતા બનાવે છે.