વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીપમાં ભારતીય ખેલાડીએ રચ્યો ઈતિહાસ
- પ્રણય શર્માએ ગોલ્ડ મેડલ જીત્યો
- પ્રણય જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ઇંડિયન બન્યો
- યુક્રેનના ડેવિડ યાનોવસ્કીને હરાવ્યો
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ખેલાડીઓ માત્ર ક્રિકેટમાં જ નહીં અન્ય રમતોમાં પણ પોતાનું હુનર બતાવી રહ્યાં છે અને વિવિધ રમતમાં ભારતનું નામ રોશન કરી રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ કરાટે ચેમ્પિયનશીવમાં ભારતીય ખેલાડી પ્રણય શર્માએ ઈતિહાસ રચ્યો છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જકાર્તામાં ‘વર્લ્ડ કરાટે ચેમ્પિયનશિપ’ ચાલી રહી છે અને ભારતે આ ચેમ્પિયનશિપમાં મેડલ મેળવીને ઇતિહાસ રચ્યો છે. પ્રણય શર્મા કરાટે સિરીઝ A જીતીને, જકાર્તામાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ઇંડિયન બન્યો હતો. પ્રણયે ‘મેન્સ 67 કિગ્રા ફાઇનલ’માં યુક્રેનના ડેવિડ યાનોવસ્કીને હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી. દરમિયાન સ્પોર્ટ્સ અથોરિટી ઑફ ઈન્ડિયાએ પ્રણયને ટવીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.