Site icon Revoi.in

ફર્સ્ટક્લાસ ક્રિકેટમાં રોહિત શર્મા અને ઈંગ્લેન્ડના બ્રાઉનને પાછળ પાડી ભારતીય ખેલાડીએ બનાવ્યાં 277 રન

Social Share

બેંગ્લોરઃ વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના નામે છે, જ્યારે લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન ઇંગ્લેન્ડના અલી બ્રાઉનના નામે છે. જો કે, ભારતના એક યુવા બેટ્સમેને આ બંને ખેલાડીઓને પછાડીને લિસ્ટ-એ ક્રિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતીય સ્થાનિક ક્રિકેટમાં હાલમાં વિજય હજારે ટ્રોફી 2022 રમાઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં તમિલનાડુ તરફથી રમતા બેટ્સમેન એન જગદીસને લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. એન જગદીસને અરુણાચલ પ્રદેશ સામે આ ઐતિહાસિક ઇનિંગ રમી હતી.

તમિલનાડુ તરફથી રમતા બેસ્ટમેન એન જગદીસને અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં એન જગદીસનના બેટમાંથી 25 ચોગ્ગા અને 15 છગ્ગા જોવા મળ્યા હતા. વિજય હજારે ટ્રોફીમાં એન જગદીસન સતત રન બનાવી રહ્યો છો. એન જગદીશન પહેલા લિસ્ટ-એ ક્રિકેટની એક ઇનિંગમાં સૌથી વધુ રન અલી બ્રાઉનના નામે હતા, તેણે વર્ષ 2002માં 268 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્મા 264 રન સાથે આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.

વિજય હઝારે ટ્રોફી (વિજય હજારે ટ્રોફી 2022)માં એન જગદીસને સતત 5મી મેચમાં 100 રનનો આંકડો પાર કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં આવું કરનાર તે પ્રથમ ખેલાડી બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલી, પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિકલે 4-4 સદી ફટકારી હતી.

(PHOTO-FILE)