Site icon Revoi.in

ભારતીય ખેલાડીઓ 2022માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા, વિવિધ ગેમ્સમાં ભારતનું ગૌરવ વધાર્યું

Social Share

 

નવી દિલ્હીઃ હોકી, ટેનિસ અને ભાલા ફેંક સહિતની રમતોમાં ભારતીય ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને ભારતના તિરંગાની શાન વધારી છે. કોમનવેલ્થમાં વિવિધ રમોતમાં ભારતે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેટલ જીત્યાં હતા. આ ઉપરાંત અન્ય ગેમ્સમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભારતનો પ્રશંસનીય દેખાવ:

નેશનલ સ્પોર્ટ્સ એન્ડ અડ્વેન્ચર ઍવોર્ડ્સ 2022

ભારતના રાષ્ટ્રપતિએ 30 નવેમ્બર, 2022ના રોજ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં રાષ્ટ્રીય રમત અને સાહસ પુરસ્કારો 2022 એનાયત કર્યા હતા. આ આવૃત્તિમાં કુલ 44 પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. લેજન્ડરી ટેબલ ટેનિસ ખેલાડી શરથ કમલ આ વર્ષે પ્રતિષ્ઠિત મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ મેળવનાર એકમાત્ર છે. આ પ્રસંગે જે અન્ય પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા તેમાં દ્રોણાચાર્ય પુરસ્કારો, અર્જુન પુરસ્કારો, ખેલકૂદ અને રમતોમાં આજીવન સિદ્ધિ માટે ધ્યાનચંદ પુરસ્કારો, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરુસ્કાર, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી અને તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કારોનો સમાવેશ થાય છે.

વર્ષ 2022માં ભારત દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સ

  1. ફિફા અંડર-17 વિમેન્સ ફૂટબૉલ વર્લ્ડ કપ ઇન્ડિયા 2022નું ઉદ્‌ઘાટન 11 ઑક્ટોબર, 2022ના રોજ ભુવનેશ્વરનાં કલિંગા સ્ટેડિયમમાં થયું હતું. છેલ્લાં પાંચ વર્ષમાં રાષ્ટ્રએ યજમાની કરી હોય એવી આ બીજી મોટી ફૂટબૉલ ઇવેન્ટ હતી. તારીખ 30.10.2022ના રોજ મુંબઈમાં યોજાયેલી ફાઈનલમાં કોલંબિયાને હરાવીને સ્પેનને ચૅમ્પિયનનો તાજ પહેરાવવામાં આવ્યો.
  2. જેએલએન ઇન્ડોર સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે 44મા ફિડે ચેસ ઓલિમ્પિયાડ (28મી જુલાઈ, 2022થી 10મી ઑગસ્ટ, 2022)નું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રીએ 28.07.2022ના રોજ કર્યું હતું. આ ઈવેન્ટમાં 188 દેશોના 2000થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જે ચેસ ઓલિમ્પિયાડના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ સ્પર્ધકો છે. આ ઓલિમ્પિયાડ પૂર્વે 19 જૂન, 2022થી નવી દિલ્હીનાં ઈન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે “ચેસ ઓલિમ્પિયાડ માટે ટોર્ચ રિલે”નો પ્રારંભ થયો હતો. આ મશાલને 40 દિવસના ગાળામાં દેશભરનાં 75 આઇકોનિક સ્થળોએ લઈ જવામાં આવી હતી, જે પછી તે આખરે ચેસ ઓલિમ્પિયાડનાં સ્થળ તમિલનાડુના મહાબલિપુરમ સુધી પહોંચી હતી.
  3. વર્લ્ડ એન્ટિ ડોપિંગ એજન્સી (વાડા)ની ત્રીજી આવૃત્તિ ઍથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ (એબીપી) સિમ્પોઝિયમ-2022નું નવી દિલ્હીમાં 12 થી 14 ઑક્ટોબર, 2022 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તથા અન્ય મહાનુભાવોએ પરિસંવાદનાં ઉદ્‌ઘાટન સત્રને સંબોધન કર્યું હતું. એબીપી એન્ટિ-ડોપિંગમાં ખૂબ જ મહત્ત્વનું વૈજ્ઞાનિક સાધન છે અને તેને સંબંધિત સંશોધન દુનિયાને રમતગમતમાં ડોપિંગને માત્ર શોધવાની જ નહીં પરંતુ તેને અટકાવવાની તક પણ પૂરી પાડે છે. સિમ્પોઝિયમે વિશ્વભરના નિષ્ણાતો માટે એબીપીના સંદર્ભમાં તાજેતરનાં વલણો, ચાલુ સંશોધન અને પડકારોને ધ્યાનમાં લેવા માટે એક પ્લેટફોર્મ બનાવવામાં મદદ કરી હતી. સિમ્પોઝિયમમાં 56 દેશોના 200થી વધુ સ્પર્ધકો, વાડાના અધિકારીઓ, વિવિધ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સંસ્થાઓ, ઍથ્લીટ પાસપોર્ટ મેનેજમેન્ટ યુનિટ્સ (એપીએમયુ) અને વાડા એક્રેડિટેડ લૅબોરેટરીઝના પ્રતિનિધિઓ અને નિષ્ણાતોએ ભાગ લીધો હતો.

ગુજરતમાં નેશનલ ગેમ્સનું સફળ આયોજન

36માં રાષ્ટ્રીય રમતોનું સફળ સમાપન 12 ઑક્ટોબર, 2022ના રોજ પંડિત દીનદયાળ ઇન્ડોર સ્ટેડિયમ, સુરત, ગુજરાત ખાતે થયું હતું. સર્વિસિસ સ્પોર્ટ્સ કન્ટ્રોલ બૉર્ડ (એસએસસીબી) આ ગેમ્સમાં 128 મેડલ્સ (61 ગોલ્ડ સહિત) સાથે મેડલ ટેલીમાં ટોચના સ્થાને હતું, ત્યારબાદ મહારાષ્ટ્ર અને હરિયાણાનો ક્રમ આવે છે. 36મી રાષ્ટ્રીય રમતો, 2022નું ઉદ્‌ઘાટન પ્રધાનમંત્રીએ 29 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં આયોજિત એક સમારંભમાં કર્યું હતું. દેશભરનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના 15,000થી વધારે રમતવીરો, કોચ અને અધિકારીઓએ 36 રમતગમતની શ્રેણીઓમાં ભાગ લીધો હતો, જેણે તેને અત્યાર સુધીની સૌથી મોટી રાષ્ટ્રીય રમતો બનાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ મંત્રાલયે સાત વર્ષના ગાળા બાદ ફરી શરૂ કરવામાં આવેલી આ ગેમ્સનાં આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ખેલો ઇન્ડિયા યોજના હેઠળ આયોજિત ઈવેન્ટ્સ

ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત ઈવેન્ટ્સ

વર્ષ 2022માં થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર હસ્તાક્ષર

નેશનલ એન્ટિ ડોપિંગ બિલ 2021

રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા), રાષ્ટ્રીય ડોપ પરીક્ષણ પ્રયોગશાળા (એનડીટીએલ) અને અન્ય ડોપ પરીક્ષણ સુવિધાઓની કામગીરી માટે વૈધાનિક માળખાની જોગવાઈ કરનાર રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી વિધેયક 2021ને 27.07.2022ના રોજ લોકસભામાં અને ત્યારબાદ 03.08.2022ના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. આ નવા કાયદાથી દેશમાં રમતગમતમાં એન્ટી ડોપિંગ પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે સ્પોર્ટ્સમાં એન્ટી ડોપિંગ માટે નેશનલ બૉર્ડની રચનાનો માર્ગ મોકળો થશે.

રમતગમત વિભાગની બે યોજનાઓને ચાલુ રાખવી

આ વિભાગની બે મહત્ત્વપૂર્ણ યોજનાઓ એટલે કે, “રાષ્ટ્રીય રમતગમત સંઘોને સહાય અને ખેલો ઇન્ડિયા – રમતગમતના વિકાસ માટે રાષ્ટ્રીય કાર્યક્રમ” 15મા નાણાં પંચનાં ચક્ર (2021-22થી 2025-26) માટે ચાલુ રાખવા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ બંને યોજનાઓ ચાલુ રહેવાથી રમતગમતમાં વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટતા મેળવવાની દેશની ખોજને વેગ મળશે.

75 કરોડ સૂર્યનમસ્કાર પ્રોજેક્ટ

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે સુખાકારી, જોમ અને તંદુરસ્તી માટે 75 કરોડ સૂર્યનમસ્કાર પ્રોજેક્ટને ફિટ ઇન્ડિયા કાર્યક્રમ મારફતે આ મંત્રાલય દ્વારા ટેકો આપવામાં આવી રહ્યો છે. પ્રખ્યાત રમતવીરોએ પ્રોજેક્ટ વિશે જાગૃતિ ફેલાવવામાં મદદ કરી છે. અત્યાર સુધીમાં તમામ રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 101 કરોડથી વધારે સૂર્યનમસ્કાર કરવામાં આવ્યાં છે.

રમતગમતમાં મહિલાઓની સર્વસમાવેશકતાને પ્રોત્સાહન

રમતગમતમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના વિશેષ પ્રયાસ તરીકે, ખેલો ઇન્ડિયા યોજનાની 36મી વિભાગીય પ્રોજેક્ટ મંજૂરી સમિતિ (ડીપીએસી)એ વિવિધ રમતોમાં મહિલા લીગનાં આયોજનના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેના ભાગરૂપે ખેલો ઇન્ડિયા યોજના અંતર્ગત આયોજીત ઝોનલ અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ રમત ગમતની શાખાઓમાં અનેક લીગનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાં 29 ઑગસ્ટ 2022ના રોજ રાષ્ટ્રીય ખેલ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્પોર્ટ્સ પ્રમોશન બૉર્ડ, ખેલો ઇન્ડિયા એકેડેમી, સ્ટેટ લેવલ ખેલો ઇન્ડિયા સેન્ટર, સાઇ સેન્ટર સહિતની વિવિધ સંસ્થાઓ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૦ લાખથી વધુ ઉત્સાહી સહભાગીઓ સાથે ૬૯૦૦થી વધુ નોંધપાત્ર ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મંત્રાલયના અધિકારીઓએ પણ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લીધો હતો. સ્પોર્ટિંગ સ્ટાર્સ યોગેશ્વર દત્ત, અખિલ કુમાર, ઝફર ઇકબાલ, સીડબ્લ્યુજી મેડાલીસ્ટ તેજસ્વિન શંકર અને અંડર-15 જુડો કેડેટના વર્લ્ડ ચૅમ્પિયન લિંથોઇ ચનામ્બમે તેમની ઉપસ્થિતિથી જેએલએન સ્ટેડિયમમાં ઉજવણીને શોભાવી હતી.