Site icon Revoi.in

ભારતના પ્રધાનમંત્રી 40 વર્ષ બાદ પ્રથમ વખત કુવૈતની કરી શકે છે મુલાકાત રોકાણ અને રક્ષા સહોયગ વધારવા માટેની રણનિતી

Social Share

દિલ્હીઃ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની શરુાત ઈસ્લામિક દેશોની મુલાકાત લઈને કરી શકે છે, મળતી માહિતી પ્રમાણે ટૂંક સમયમાં પીએમ મોદી કુવૈતની મુલાકાત લે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ખાસ વાત એ છે કે છેલ્લા 40 વર્ષમાં દેશના વડાપ્રધાનની કુવૈતની આ પ્રથમ મુલાકાત હશે.પીએમ મોદીની આ મુલાકાતને લઈને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 2022ની શરૂઆતમાં પીએમ દુબઈ 2020 એક્સપોની મુલાકાત લેશે. UAE તેમજ કુવૈતની આ મુલાકાત ઘણી રીતે મહત્વની બની રહેવાની છે.

આ બાબતને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે કુવૈત જવાની પીએમ મોદીની આ યોજના પશ્ચિમ એશિયાના દેશો સાથે સંબંધોને મજબૂત બનાવવા અને વ્યૂહાત્મક ભાગીદારીને નવા સ્તરે લઈ જવાનો એક વ્યૂહાત્મક ભાગ છે.

ઉલ્લેખનીય છે કે કુવૈત તેલના ક્ષેત્રમાં એક સમૃદ્ધ દેશ છે અને ભારતમાં તેલ પુરવઠાનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મુલાકાત દરમિયાન પીએમ મોદી કુવૈતના રોકાણકારોને ભારત આવવા માટે આમંત્રણ આપી શકે છે અને આ સિવાય કુવૈત સાથે સંરક્ષણ સહયોગ વધારવાના પ્રયાસો પણ કરવામાં આવશે.જો પીએમ મોદીની આ મુલાકાત શક્ય બનશે તો દેશને ઘણા ફાયદા થઈ શકે છે.

મીડિયાની જો વાત માનીએ તો પીએમ મોદી જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં કુવૈતની મુલાકાત લઈ શકે છે. આ પહેલા વર્ષ 2015માં પીએમ એ અન્ય તમામ 5 ગલ્ફ દેશોની મુલાકાત લીધી હતી. તે સમયે પીએમ કુવૈત જઈ શક્યા ન હતા.ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળના લોકો કુવૈતમાં વસી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવાના પ્રયાસો કરવામાં આવશે.

કુવૈત સાથે ભારતના ગાઢ સંબંધો છે. તે સમયે જ્યારે ભારત કોરોનાના બીજા મોજા સામે લડી રહ્યું હતું, ત્યારે કુવૈતે મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સાધનો મોકલીને ભારતની મદદ કરી હતી. આટલું જ નહીં, પીએમ મોદીએ કુવૈતના અમીર શેખ નવાફ અલ-અહમદને કુવૈતના સમર્થન બદલ આભાર કહેવા માટે લખેલો પત્ર પોતે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મોકલાવ્યો હતો ત્યારે આ મુલાકાત પર હવે લોકો મીટ માંડીને બેસ્યા છે