Site icon Revoi.in

આગના બનાવો અટકાવવા રેલવે સતર્ક, નિયમોનું પાલન ન કરવા પર થશે કાર્યવાહી

Social Share

દિલ્લી: લાંબા અંતરની ટ્રેનોમાં આ સમસ્યા સામાન્ય છે. ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી આગ લાગવાનું જોખમ રહે છે. રેલવે બોર્ડની સૂચના મુજબ તે તમામ ઝોનમાં લાગુ કરવામાં આવી રહી છે. ટ્રેનોમાં અવારનવાર આગની ઘટના બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી-દહેરાદૂન શતાબ્દી એક્સપ્રેસ આગને પગલે કડકતા પણ વધારી દેવામાં આવી છે. કારણ કે એક કોચમાં લાગેલી આગ સાત કોચમાં ફેલાઇ હતી.

ભારતીય રેલવેએ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મોટો નિર્ણય લીધો છે. હવે ટ્રેન મુસાફરો રાત્રી દરમિયાન મોબાઇલ, લેપટોપ અથવા કોઈપણ પ્રકારની ઇલેક્ટ્રિક ડિવાઇસ ચાર્જ કરી શકશે નહીં. આ નિયમ પણ બનાવવામાં આવ્યો છે કે, જો કોઈ મુસાફર સિગરેટ પીતો પકડાય છે, તો તેની પાસેથી દંડ તરીકે સો રૂપિયા વસુલવામાં આવશે.

મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને રેલવેએ નવા નિયમો બનાવ્યા છે. રાત્રીના સમયે ટ્રેન કોચમાં મુસાફર ચાર્જિંગ પોઇન્ટનો ઉપયોગ કરી શકશે નહીં. રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી ટ્રેનોમાં ચાર્જિંગ પોઇન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાત્રે લેપટોપ અને મોબાઈલ ફોન ચાર્જ થવામાં વધારે પડતું જોખમ રહેલું છે. કારણ કે મોટાભાગના લોકો મોબાઇલ અથવા લેપટોપને ચાર્જ પર મૂક્યા પછી જ છોડી દે છે. જેથી આગ લાગવાનું જોખમ રહે છે.

 

-દેવાંશી