ભારતીય રેલ્વેની કમાણીમાં બમ્પર વધારો – માત્ર 9 મહિનામાં જ વિતેલા વર્ષના રેકોર્ડ બ્રેક કર્યા
- ભઆરતીય રેલ્વે કરી રહ્યું છે બમ્પર કમાણી
- માત્ર 9 મહિનામાં વિતેલા વર્ષના રેકોર્ડ તોડ્યા
ભારતીય રેલ્વે સતત આગળ વધી રહ્યું છે,અનેક સુવિધાઓ તથા કમાણીના મામલે પણ તે વિતેલા વર્ષની સરખામણીમાં અનેક રેકોર્ડ તોડી રહ્યું છે ત્યારે ભારતીય રેલવેની કમાણીમાં બમ્પર વધારો નોંધાયો છે.કોરોના વખતે રેલ્વેએ આર્થિક રીતે ઘણુ નુકશાન વેઠવું પડ્યું હતુ જો કે ત્યાર બાદ ફરી રેલ્વે પાટા પર ચઢ્યું છે.આર્થિક રીતે ખૂબ આગળ વધી રહ્યું છે.
કોરોના મહામારી બાદ પણ કમાણી મામલામાં તેની ગતિ ફરી પાછી મેળવી છે. પેસેન્જર મુસાફરીથી લઈને નૂર સુધી રેલવેની આવકમાં વધારો નોંધાયો છે.ચાલુ નાણાકીય વર્ષના માત્ર 9 મહિનામાં જ વર્ષ 2021-22ની કુલ કમાણીનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે આ નાણાકીય વર્ષ પૂરું થવામાં હજુ ત્રણ મહિના બાકી છે.
આ નાણાકીય વર્ષમાં રેલ્વેએ અત્યાર સુધીમાં 1.91 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પર ટ્વીટ કર્યું છે કે રેલ્વે મંત્રાલયની અત્યાર સુધીની કમાણી પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં 42,370 કરોડ રૂપિયા વધારે નોંધાઈ છે. રેલવેની આ સિદ્ધિ વર્તમાન નાણાકીય વર્ષ 2022-23 પૂર્ણ થવાના 71 દિવસ પહેલા જ હાંસલ થઈ છે.