Site icon Revoi.in

ભારતીય રેલવેઃ 3 વર્ષમાં તમામ ટ્રેનોમાંથી જૂના વાદળી રંગના (ICF) કોચ હટાવીને લાલ રંગના (LHB) કોચ લગાવાશે

Social Share

નવી દિલ્હીઃ કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ માટે 2.40 લાખ કરોડની ફાળવણી કરી છે. બીજી તરફ રેલવે તંત્રને વધારેમાં વધારે આધુનિક બનાવવા માટે પગલા લેવામાં આવી રહ્યાં છે. એક વર્ષમાં 250 જેટલી ટ્રેનોમાંથી જૂના આઈસીએફ કોચ હટાવીને આધુનિક એલએચબી (લિંક હોફમેન બુશ) કોચ લગાડવામાં આવશે. 3 વર્ષના સમયગાળામાં તમામ ટ્રેનોમાં એલએચબી કોચ લગાડી દેવામાં આવશે. આ ઉપરાંત દેશના વિવિધ સ્ટેશનોને પ્રવાસીઓની સુવિધાઓને લઈને આધુનિક સેવાઓ ઉભી કરવામાં આવી રહી છે.

રેલવે મંત્રીએ રેલવે વિભાગ માટે સમાવિષ્ટ જોગવાઇઓ અને ફાળવણી અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, રેલવે વિભાગ દ્વારા દેશભરમાં 2000 રેલવે સ્ટેશનો પર દુકાનો ખોલવામાં આવશે. જેમાં ડે – ટુ – ડેની જરૂરિયાતવાળી વસ્તુઓ મળી રહેશે.

તેમણે ઉમેર્યુ કે, વન સ્ટેશન, વન પ્રોડક્ટ યોજના અંતર્ગત અત્યાર સુધી 550 સ્ટેશનો પર 594 સ્ટોલ્સ લાગી ચુક્યા છે આ વર્ષે આ આંક 750 સ્ટેશન સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે. વર્ષ 2022- 2023માં 325 ટ્રેનોમાં LHB કોચ લગાડાશે તેમજ આ વર્ષે 250 ટ્રેનોમાંથી જૂના ICF કોચ હટાવીને રાજધાની એક્સપ્રેસ વાળા સ્ટાન્ડર્ડ LHB કોચ લગાડવામાં આવશે. તે ઉપરાંત આવનારા 3 વર્ષોમાં તમામ ટ્રેનો LHB કોચ સાથે અપગ્રેડ કરાશે.

રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવ રેલવે બજેટ વિશે આપી વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું છે કે, પેસેન્જર અને ટિકિટિંગ સિસ્ટમમાં પણ મોટા પરિવર્તનો લાવવામાં આવશે. એક મિનિટમાં 2.25 લાખ ટીકિટો બુક કરી શકાશે.