નવી દિલ્હીઃ ભારતમાં રેલવેમાં પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા આધુનિક સુવિધા ઉભી કરવામાં આવી છે. તેમજ સેમીહાઈસ્પીડ વંદેભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. આ ઉપરાંત અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગીરી ઝડપથી ચાલી રહી છે. બીજી તરફ ટ્રેનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ગયા વર્ષની સરખામણીએ રેલવીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રેલ્વેએ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 42,370 કરોડ રૂપિયાથી વધુની આવક એકત્રિત કરી છે. નાણાકીય વર્ષ 2021-22માં રેલ્વેએ કુલ 1.91 લાખ કરોડ રૂપિયાની આવક મેળવી હતી. રેલ્વેએ ચાલુ નાણાકીય વર્ષના અંતના 71 દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે.
રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી છે કે રેલ્વેએ ગયા નાણાકીય વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં 42 હજાર કરોડ 370 રૂપિયાથી વધુની આવક એકત્રિત કરી છે. નાણાકીય વર્ષ 2021-22માં રેલ્વેએ કુલ 1 લાખ 91 હજાર 128 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ખુશી વ્યક્ત કરતા રેલ્વે મંત્રીએ કહ્યું કે રેલ્વેએ ચાલુ નાણાકીય વર્ષના અંતના 71 દિવસ પહેલા આ સિદ્ધિ હાંસલ કરી છે.