ભારતીય રેલ્વેની ડિજિટલ રોડ મેપ પર ટ્રેનનું સંચાલન કરવાની તૈયારી-વર્ષ 2024 સુઘી 200 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે ટ્રેન
- ભારતીય રેલ્નેની ટ્રેનના સંચાલનને લઈને ખાસ તૈયારી
- ડિજિટલ રોડ મેપ પર દોડવશે ટ્રેન
- 200 કિમી પ્રતિ કલાકની હશે ઝડપ
- ઘુમ્મસમાં પણ નહી ખોરવાય ટ્રેન વ્યવહાર
દિલ્હીઃ- ભારતીય રેલ્વે અનેક મોરચે આગળ વધતું જોવા મળી રહ્યું છે, કોરોનાકાળમાં પણ સતત રેકોર્ડ બનાવ્યા હતા, આ સાથે જ ખાસ ટ્રેનોનું સંચાનલ કરીને કોરોનાકાળમાં દેશવાસીઓની મદદે આવ્યું હતું, ત્યારે હવે ભારતીય રેલ્વે ટ્રેનાના સંચાલન માટે એક ખાસ પ્રકારની તૈયારી કરી રહ્યું છે, જે પ્રમાણે ડિજિટલ રોડ મેપ દ્રારા ટ્રેનનું સંચાલન કરવાની તૈયારીઓ ચાલી રહી છે.
ડિજિટલ રોડ મેપ દ્વારા જો ટ્રેનોનું સંચાલન થાય છે તો ગાઢ ઘુમ્મસમાં પણ ટ્રેન વ્યવહાર ખોરવાશે નહી, આ સાથે જ ટ્રેનોની અવરજવર અટકશે નહીં અને ટ્રેનોની કલાકો જોવાતી રાહ અને તેના આગમનમાં થતો વિલંબ પણ સમાપ્ત થઈ જશે. 700 મેગાહર્ટઝ બેન્ડમાં રેલ્વેને 5 જી સ્પેક્ટ્રમની મંજૂરી મળ્યા પછી, વધુ સારી તકનીકનો ઉપયોગ કરીને ટ્રેનોનું સંચાલન કરવાનો માર્ગ મોકળો બન્યો છે
આ ડિજિટલ રોડ મેપ દ્રારા જો ટ્રેનનું સંચાનલ થશે તો ગાઢ ધુમ્મસમાં પણ ટ્રેનોની અવરજવર અટકશે નહીં અને ટ્રેનોનો વિલંબ પણ સમાપ્ત થઈ જશે, 700 મેગાહર્ટઝ બેન્ડમાં રેલવેને 5 જી સ્પેક્ટ્રમની મંજૂરી મળ્યા પછી, વધુ સારી તકનીકનો ઉપયોગ કરીને ટ્રેનો ચલાવવાની રીત સરળ થઈ ગઈ છે.
રેલ્વેની આ યોજના પ્રમાણે વર્ષ 2014 સુધી ર00 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનો ચલાવવાની તકનીકનો વિકાસ દિલ્હી-મુંબઈ, દિલ્હી-કોલકાતા રૂટકરવામાં આવશે. બંને માર્ગો પર સુધારણાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.રેલ્વેના જણાવ્યા મુજબ આ આધુનિક તકનીકી દ્વારા અકસ્માતો પણ અટકાવી શકાશે, આ સાથે વિદેશોના તર્જ પર ભારતીય રેલ્વેમાં સેન્ટ્રલાઈઝ્ડ ટ્રેન સિસ્ટમ બનાવવામાં આવશે. રેલવે આ પ્રોજેક્ટમાં રૂ. 56 હજાર 955 કરોડ ખર્ચ કરશે.