ભારતીય રેલવેઃ ટ્રાફિક વર્ક ઓર્ડરથી જામનગર-વડોદરા અને અમદાવાદ-વિરમગામ મેમુ ટ્રેન રદ કરાઈ
અમદાવાદઃ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર અમદાવાદ-વિરમગામ રેલ વિભાગ વચ્ચે સાણંદ અને ગોરા ઘુમા સ્ટેશનો(ડીએફસીસીઆઈએલ)ને કનેક્ટિવિટી પૂરી પાડવાના સંબંધમાં ટ્રાફિક વર્ક ઓર્ડર (TWO)ના કામને કારણે જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અને અમદાવાદ-વિરમગામ સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.
વડોદરા-જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 22મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી રદ કરવામાં આવી છે. આવી જ રીતે જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસને તા. 23 નવેમ્બરથી 27મી નવેમ્બર સુધી રદ કરાઈ છે. આ ઉપરાંત તા. 22મી નવેમ્બરથી 25મી નવેમ્બર સુધી અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ તેમજ તા. 23મી નવેમ્બરથી 26મી નવેમ્બર સુધી વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશિયલ રદ કરાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં લાંબા પ્રવાસ માટે મોટાભાગના લોકો ભારતીય રેલવેના ટ્રેનમાં પ્રવાસ કરવાનું પસંદ કરે છે. બીજી તરફ પ્રવાસીઓને સારામાં સારી સુવિધાઓ મળી રહે તે માટે ભારતીય રેલવે દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
(PHOTO-FILE)