Site icon Revoi.in

ભારતીય રેલ્વે એ શરુ કરી નવી સુવિધા – હવે યાત્રીઓને પોતાનો લગેજ સ્ટેશન સુધી પહોંચાડવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો

Social Share

દિલ્હીઃ-દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના માર્ગે ભાપતીય રેલ્વે જોરશોરથી આગળ વધી રહ્યું છે. રેલ્વેએ મુસાફરો માટે નવી સુવિધા શરૂ કરી છે, જેના દ્વારા લોકોને પોતાનો સામાન પોતાના ઘરેથી  રેલ્વે સ્ટેશન લઇ જવા માટેની જંઝટમાંથી છૂટકારો મળશે.

આપને જણાવી દઈએ કે રેલ્વે તેના મુસાફરો માટે એવી સર્વિસ લઈને આવી છે, જે અંતર્ગત તમારો સામાન સીધો ઘરેથી ટ્રેનની બર્થ સુધી પહોંચાડવામાં આવશે. ભારતીય રેલ્વેની આ સેવાને એન્ડ ટુ એન્ડ લગેજ સર્વિસ નામ આપવામાં આવ્યું છે.

એવી આશા સેવાઈ રહી છે કે, ટૂંક સમયમાં આ સેવા અન્ય રેલ્વે સ્ટેશનો પર પણ મળી જશે. આ સેવાના આગમનથી એવા લોકોને ખાસ મદદ મળી રહેશે કે જેઓ મુસાફરી દરમિયાન વધુ સામાન સાથે યાત્રા કરતા હોય છે, જો કે આ સેવા માટેની ફી પણ રાખવામાં આવી છે જે  લગેજના કદ અને વજન પર આધારીત છે.

આવતા મહિનેથી કેટરિંગ સેવા ફરી શરુ કરાશે

ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન આવતા મહિનાથી તેની ઇ-કેટરિંગ સેવાઓ ફરી શરૂ કરશે, જે મુસાફરો માટે મોટી રાહત છે. 22 માર્ચ, 2020 ના રોજ કોવિડ -19 મહામારી સાથે સંકળાયેલા લોકડાઉનને કારણે ઇ-કેટરિંગ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી.

ભારતીય રેલ્વેની કેટરિંગ, પર્યટન અને ઓનલાઇન ટિકિટિંગ પ્રવૃત્તિઓ સંભાળતી વિશેષ આઈઆરસીટીસી ખાસ ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરો માટે ઇ-કેટરિંગ સેવાઓ ફરીથી સ્ટાર્ટ કરવા જઈ રહી છે.

સાહિન-