ઓડિશામાં દુ:ખદ અકસ્માતમાં ફસાયેલા મુસાફરોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરતુ ભારતીય રેલવે
દિલ્હી : ભારતીય રેલવેએ ઓડિશામાં દુ:ખદ ટ્રેન અકસ્માતમાં ફસાયેલા મૃત વ્યક્તિઓના પરિવાર/મિત્રો/સંબંધીઓ અને મુસાફરોની સુવિધા માટે હેલ્પલાઇન નંબર 139 પર વિશેષ વ્યવસ્થા કરી છે. વરિષ્ઠ અધિકારીઓની એક ટીમ 24X7 હેલ્પલાઇનનું સંચાલન કરી રહી છે અને ઝોનલ રેલવે અને રાજ્ય સરકાર સાથે સંકલન કર્યા પછી કૉલ કરનારને તમામ સંબંધિત વિગતો પ્રદાન કરશે. આ સેવા અવિરત ચાલુ રહેશે અને રેલવે મંત્રી દ્વારા જાહેર કરાયેલ ઉન્નત એક્સ-ગ્રેશિયાના તાત્કાલિક વિતરણની ખાતરી કરશે: જેમાં મૃત્યુના કિસ્સામાં રૂ. 10 લાખ; ગંભીર ઇજાઓ માટે રૂ. 2 લાખ અને નાની ઇજાઓ માટે રૂ. 50,000ની સહાય જાહેર કરાઈ છે.
રેલવે હેલ્પલાઈન 139નો ઉદ્દેશ્ય આ કપરા સમયમાં મદદરૂપ થવાનો અને પીડિત મુસાફરો અને તેમના સગાઓને સાચી અને સંતોષકારક માહિતી આપવાનો છે.
અત્યાર સુધીમાં રેલવેએ રૂ. 285 કેસોમાં 3.22 કરોડ એક્સ-ગ્રેશિયા (11 મૃત્યુના કેસ, 50 ગંભીર ઇજાના કેસો, 224 સામાન્ય ઇજાના કેસો). ભારતીય રેલવે 7 સ્થાનો (સોરો, ખડગપુર, બાલાસોર, ખંતાપારા, ભદ્રક, કટક, ભુવનેશ્વર) પર એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવી રહી છે.