ભારતીય રેલવેઃ નૂર આવક એક મહિનામાં 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ
નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ એપ્રિલ 2023 માં માસિક 126.46 એમટીનું નૂર લોડિંગ નોંધ્યું છે. એપ્રિલ 2022 ની સરખામણીમાં એપ્રિલ મહિનામાં વધારાનું લોડિંગ 4.25 MT હતું, જેમાં 3.5 ટકાનો વધારો નોંધાયો હતો. 2022માં રૂ. 13,011 કરોડની સરખામણીએ એપ્રિલમાં નૂરની આવક 7 ટકા વધીને રૂ. 13,893 કરોડ થઈ હતી. ભારતીય રેલવેની નૂરની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. આ આંકડો આગામી દિવસોમાં વધવાની શકયતા છે.
ભારતીય રેલ્વેએ એપ્રિલ 2023માં 62.39 એમટી કોલસો લોડ કર્યો હતો. એપ્રિલ 2022માં કોલસાનું લોડિંગ 58.35 MT હતું. ભારતીય રેલ્વેએ 14.49 એમટી લોખંડ, 12.60 એમટી સિમેન્ટ, 9.03 એમટી અન્ય ચીજવસ્તુઓ, 6.74 એમટી કન્ટેનર, 5.64 એમટી સ્ટીલ, 5.11 એમટી ફૂડ, 4.05 એમટી મીનરલ ઓઇલ લોડ કર્યું હતું. ભારતીય રેલ્વે, “હેંગ્રી ફોર કાર્ગો” મંત્રને અનુસરીને, વ્યવસાય કરવાની સરળતા તેમજ સ્પર્ધાત્મક ભાવે સેવાની ડિલિવરી સુધારવા માટે સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસના પરિણામે રેલવેમાં પરંપરાગત તેમજ બિનપરંપરાગત સામગ્રીમાં નવો ટ્રાફિક આવી રહ્યો છે.
ભારતીય રેલવે દ્વારા પ્રવાસીઓને સુવિધાઓ મળી રહે તે માટે પગલા લેવામાં આવી રહ્યાં છે, દેશના વિવિધ રાજ્યોમાં વંદે ભારત ટ્રેન દોડવવામાં આવી રહી છે અને ગુડ્સ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જેથી અનાજ અને કોલસો સહિતની વસ્તુઓનું એક સ્થળેથી બીજા સ્થળે પરિવહન સરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં રેલ સેવામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને વધારાની ટ્રેનો પણ દોડાવવામાં આવી રહી છે.