નવી દિલ્હીઃ ભારતીય રેલ્વે નોકરીની તકો વધારવા અને આવક મેળવવા માટે એક તેજસ્વી વિચાર પર કામ કરી રહી છે. વાસ્તવમાં રેલ્વે ટ્રેનોના જૂના કોચને રેસ્ટોરન્ટમાં ફેરવી રહી છે. રેસ્ટોરાંમાં રૂપાંતરિત કરાયેલા થોડા કોચ પ્રવાસીઓને ખૂબ જ પસંદ આવે છે. રેલ્વે બોર્ડે મહારાષ્ટ્રના નાસિકમાં આ પહેલ હેઠળ એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. રેસ્ટોરન્ટમાં જનારા એક ગ્રાહકે કહ્યું કે, અહીં ભોજનનો એક અલગ જ અનુભવ હતો. આપણે તેને પેલેસ ઓફ ફૂડ ઓન વ્હીલ્સ પણ કહી શકીએ. સરકારની આ સારી પહેલ છે.
ભારતીય રેલ્વે તેની આવક વધારવા અને રોજગારીની નવી તકો ઉભી કરવા માટે ઘણી પહેલ કરી રહી છે. આ અંતર્ગત ટ્રેનના કોચમાં રેસ્ટોરન્ટ બનાવવા ઉપરાંત પ્રવાસ દરમિયાન મુસાફરોને આપવામાં આવતી સુવિધાઓ વધારવાની પણ જોગવાઈ છે. આ સાથે, ટ્રેનના કોચ પ્રદાન કરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી રહી છે, જેથી વધુને વધુ લોકો રેસ્ટોરન્ટ ખોલવા માટે રેલવેનો સંપર્ક કરી શકે. ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવેએ અનેક સુધારા કરવામાં આવ્યાં છે અને હજુ પણ વિવિધ યોજનાઓ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પ્રવાસીઓને આધુનિક સુવિધાએ મળી રહે તેવા પ્રયાસો સરકાર કરી રહી છે. બીજી તરફ ભારતીય રેલવેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.