ભારતીય રેલવેઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકીટની કિંમતમાં કરાયો વધારો
અમદાવાદઃ ભારતીય રેલવે દ્વારા 100થી વધારે એક્સપ્રેસ અને મેલને સુપરફાસ્ટ તરીકે રૂપાંતરીત કરાઈ છે. જેથી આ ટ્રેનોની ટીકીટની કિંમતમાં વધારો થયો, દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની ટિકીટની કિંમતમાં વધારો કરાયો છે, પહેલા પ્લેટફોમ ટીકિટ પેટે રૂ. 10 વસુલવામાં આવતા હતા. હવે રૂ. 30વસુલવામાં આવશે. આમ સંબંધીને રેલવે સ્ટેશન મુકવા આવનાર શહેરીજનને પ્લેટફોર્મ ટિકીટના રૂ. 39ચુકવવા પડશે.
અમદાવાદના રેલવે સ્ટેશન ખાતે અત્યાર સુધી કોઈ સગા-સબંધી, મિત્ર વર્તુળને મુકવા-લેવા જતા લોકોએ પ્લેટફોર્મ ટિકિટ માટે 10 રૂપિયા ચૂકવવા પડતા હતા પરંતુ હવે તેમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન રેલવે હેઠળ આવતા અમદાવાદ સ્ટેશન માટે પ્લેટફોર્મ ટિકિટના નવા દર 30 રૂપિયા છે. દર વર્ષે સામાન્ય રીતે પ્લેટફોર્મ ટિકિટના ભાવ 100-150% વધતા હોય છે પરંતુ આ વર્ષે માંગ અને બુકિંગને જોતા તંત્રએ દિવાળીની સીઝન માટે 30 રૂપિયા પ્લેટફોર્મ ટિકિટ કરી છે.
અહેવાલ અનુસાર, ભારતીય રેલવેએ દેશની 130 મેલ-એક્સપ્રેસ ટ્રેનોને સુપરફાસ્ટનું ટેગ આપીને તમામ શ્રેણીઓના ભાડામાં જંગી વધારો કરી દેવાયો છે. ટ્રેનોના એસી-1 અને એક્ઝિક્યુટીવ શ્રેણીમાં 75 રૂપિયા પ્રતિ મુસાફર, એસી-2,3, ચેરકારમાં 45 રૂપિયા અને સ્લીપર શ્રેણીમાં 30 રૂપિયા પ્રતિ યાત્રી ભાડુ વધારી દેવાયુ છે.
(PHOTO-FILE)