- ભારકીય રેલ્વેએ કોવિડ કોચ તૈયાર કર્યા
- દેશના 7 રાજ્યોમાં ટ્રેનના ડબ્બાઓને કોવિડ આઈલેશન વોર્ડમાં ફેરવ્યા
દિલ્હીઃ-ભારતીય રેલ્વેએ શનિવારના રોજ જણાવ્યું હતું કે કોવિડ -19 ના સામાન્ય દર્દીઓની સારવાર માટે રેલ્વેના અલગ કોચ દેશના સાત રાજ્યોમાં 17 સ્ટેશનો પર ગોઠવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે હાલમાં 298 કોચ વિવિધ રાજ્યોને સોંપવામાં આવ્યા છે અને તેમાં 4 હજાર 700 થી વધુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 60 કોચ તૈનાત કરાયા છે.
આ સમગ્ર મામલે રેલ્વેએ એમ પણ કહ્યું હતું કે, રેલ્વે વિભાગે રાજ્યના ઇનલેન્ડ કન્ટેનર ડેપોમાં 11 કોવિડ કેર કોચ તૈનાત કર્યા છે અને તે નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને સોંપવામાં આવ્યા છે. નવ દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમને એકાંતવાસ બાદ રજા આપવામાં આવી હતી. હાલમાં પાલઘરમાં 24 કોચ પૂરા પાડવામાં આવ્યા છે અને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રેલ્વે દ્રારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે મધ્ય પ્રદેશમાં આવા 24 કોચ તૈનાત કરાયા છે. પશ્ચિમ રેલ્વેના રતલામ ડિવિઝને ઈન્દોર નજીક તિહી સ્ટેશન પર 22 કોચ તૈનાત કર્યા છે જેમાં 320 બેડની વ્યવસ્થા કરાઈ છે. ત્યાં 21 દર્દીઓ દાખલ થયા હતા અને સાતને રજા આપવામાં આવી છે. આવા 20 કોચને ભોપાલમાં પણ તૈનાત કરવામાં આવ્યા છે જેમાં 29 દર્દીઓ દાખલ થયા હતા અને જેમાંથી 11ને રજા આપવામાં આવી હતી.
રેલ્વેએ કહ્યું કે તેમણે ગુવાહાટી, આસામમાં આવા 21 કોચ અને સિલચર નજીક બદરપુરમાં 20 કોચ તૈનાત કર્યા છે. દિલ્હીમાં તેણે 1200 બેડ વાળા 75 કોચ પૂરા પાડ્યા છે.ઉલ્લેખનીય છે કે રેલ્વે વિભઆગે આ મહામારીમાં ખૂબજ સરહાનીય કાર્ય કર્યા છે, ઓક્સિજનને પહોંચાડવાની કામનગીરી પણ રેલ્વે એ હાથ ઘરી છે.કોરોના સંકટમાં સતત ભારતીય રેલ્વે સરકારની મદદે આવ્યું છે.