ભારતીય રેલ્વેએ 36 દિવસમાં 4521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી
નવી દિલ્હીઃ દિવાળીના તહેવારોમાં મોટાભાગના લોકો પરિવાર સાથે તહેવારની ઉજવણી કરવાનું પસંદ કરે છે. જેથી દિવાળીના તહેવારોમાં લોકો પોતાના વતન જવાનું પસંદ કરે છે. જેથી આવા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન દોડાવવામાં આવી હતી. દરમિયાન 36 કલાકમાં ચાર હજારથી વધારે ફ્લાઈટમાં 65 લાખથી વધુ મુસાફરોને પ્રવાસ કર્યો હતો.
ભારતીય રેલ્વેએ છેલ્લા છત્રીસ દિવસમાં 4 હજાર 521 વિશેષ ટ્રેનો ચલાવીને 65 લાખ મુસાફરોને સેવા આપી છે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને રેલ્વે વિભાગ 8 થી 11 નવેમ્બર સુધી દરરોજ 160 વિશેષ ટ્રેનો દોડાવશે. મુસાફરોના ધસારાને પહોંચી વળવા જરૂરિયાત મુજબ સમસ્તીપુર, દાનાપુર અને અન્ય વિભાગો માટે વધારાની ટ્રેનોની પણ જાહેરાત કરવામાં આવી છે. 4થી નવેમ્બરના રોજ ભારતીય રેલ્વેએ 120 લાખથી વધુ મુસાફરોને મુસાફરીની સુવિધા આપી હતી. એક દિવસમાં સૌથી વધુ રેલવે પ્રવાસીઓની મુસાફરીનો આ વિક્રમ છે. સોમવારે 20 લાખ આરક્ષિત અને એક કરોડ અનઆરક્ષિત પ્રવાસીઓએ પ્રવાસ કર્યો હતો. તહેવારોની ભીડને પહોંચી વળવા માટે 1લી ઓક્ટોબરથી 30મી નવેમ્બરની વચ્ચે 7 હજાર 600થી વધુ વિશેષ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી છે ઉલ્લેખનીય છે કે જે ગયા વર્ષની સરખામણીમાં લગભગ 73 ટકા વધારે છે.