Site icon Revoi.in

ભારતીય રેલ્વે હવે શાકભાજીને મંડી સુધી પહોંચાડવા માટે ખાસ ટ્રેનનું સંચાલન કરશે

Social Share

ભારતીય રેલ્વે ખેડૂતોને મદદ કરવા માટે મહત્વપૂર્ણ પગલા લઈ રહી છે. રેલ્વેએ ખેડૂત માટે ટ્રેનો દોડાવ્યા બાદ હવે રેલ્વે ખેડુતોની ખેત પેદાશોને મંડીઓ સુધી પહોંચાડવા માટે ખાસ  ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે. રેલ્વે પ્રધાન પિયુષ ગોયલે ટ્વિટર પર ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે, રેલ્વે ટમેટો અને બ્રોકોલી જેવા ખેડુતોના ઉત્પાદનને રાંચી અને તેના નજીકના વિસ્તારોમાં દેશની મોટી મંડીઓમાં પહોંચાડવા માટે શાક ટ્રેનનું સંચાલન કરશે હવે આ સુવિધાથી ખેડુતોને લાભ થશે અને તેમની આવકમાં વધારો થશે.

ભારતીય રેલ્વે હવે ખેડૂતોના ઉત્પાદનને એક સ્થળેથી બીજી જગ્યાએ લઈ જવા માટે ખાસ ટ્રેનો ચલાવવાની યોજના બનાવી રહી છે. રેલ્વે બોર્ડે આ સંદર્ભે દક્ષિણપૂર્વ ક્ષેત્રને પત્ર પણ લખ્યો છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા મુજબ, રાંચી વિસ્તારમાં ટમેટા અને બ્રોકોલીની ઉપજ  ખુબ જ વધારે છે. તેથી, રેલ્વે ટમેટા અને બ્રોકોલી જેવા શાકભાજીઓને મંડીઓ સુધી પહોંચાડવા માટે વિશેષ ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે.

ભારતીય રેલ્વે પહેલાથી જ ખેડૂત ટ્રેનનું સંચાલન કરી રહી છે,જેના થકી ખેડૂતોને પરિવહનના માધ્યમથી થતું નુકશાન ઓછુ થાય અને ઉત્પાદનને સરળતાથી માર્કેટ સુધી પહોંચાડી શકે, જેથી ખેડૂતોની ઉપજ ઓછી બગડે અને તેમની આવકમાં વધારો જોવા મળે.

સાહીન-