Site icon Revoi.in

ભારતમાં કોરોનાના 1829 નવા કેસ નોંધાયા, 33 લોકોના મોત

Social Share

અમદાવાદ: દેશમાં કોરોનાવાયરસના કેસ હવે ફરીવાર ઓછા થતા હોય તેમ જોવા મળી રહ્યું છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1,829 નવા કોરોના કેસ નોંધાયા છે.આ સાથે, કોવિડ-19 કેસમાં 16.5 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, આ સમયગાળામાં કોરોના વાયરસના કારણે 33 લોકોના મોત થયા છે.

દેશમાં અત્યાર સુધીમાં 4,31,27,199 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 4,25,87,259 લોકોએ કોરોનાને માત આપી જ્યારે 5,24,293 લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

દેશમાં કોરોનાવાયરસની અસરથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા પણ તમામ પ્રકારના પ્રયાસ કરવામાં આવ્યા છે. દેશમાં લોકોને વેક્સિન મળી રહે તે માટે સરકારે જોરદાર પ્રયાસ કર્યો છે અને અંદાજે 100થી વધારે લોકોને કોરોનાની વેક્સિન પણ આપી દેવામાં આવી છે. કોરોનાની લહેર હતી ત્યારે સરકાર દ્વારા રોજના કરોડો લોકોને વેક્સિન આપવાનો રેકોર્ડ પણ નોંધ્યો હતો.