દિલ્લી: દેશમાં જ્યારે પણ વરસાદનું વાતાવરણ સર્જાય એટલે કે ચોમાસાની ઋતુંમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ પણ વધી જાય છે આવામાં ભારતના વૈજ્ઞાનિકો દ્વારા એવી શોધ કરવામાં આવી જે કોઈએ વિચાર પણ કર્યો હશે નહીં. વાત એવી છે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના વેક્ટર કંટ્રોલ રિસર્ચ સેન્ટર (VCRC) એ આ સમસ્યાને ઉકેલવા માટે ખાસ માદા મચ્છર વિકસાવ્યા છે.
આ માદા મચ્છર નર મચ્છર સાથે મળીને આવા લાર્વા પેદા કરશે જે ડેન્ગ્યુ-ચિકનગુનિયાને ખતમ કરી દેશે. આ એટલા માટે થશે કારણ કે આ રોગોના વાયરસ તેમની અંદર રહેશે નહીં અને જ્યારે વાયરસ નહીં હોય, તો તેના કરડવાથી મનુષ્યને ચેપ લાગશે નહીં.
ICMR-VCRC, પુડુચેરી દ્વારા એડીસ ઇજિપ્તીની બે વસાહતો વિકસાવવામાં આવી છે. જેને wMel અને wAIbB વોલ્બેચિયા સ્ટ્રેન્સની સંક્રમિત કરાઇ છે. હવે આ મચ્છરોનું નામ એડિસ એજિપ્ટી (PUD) છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના વાયરસને ફેલાવશે નહીં.
VCRC છેલ્લા ચાર વર્ષથી આ પ્રયોગમાં વ્યસ્ત છે. VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમાર કહ્યું કે,.’સ્થાનિક વિસ્તારોમાં આ મચ્છરોને છોડવા માટે અનેક પ્રકારની સરકારી વાનગીની જરૂર પડશે. અમે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાને દૂર કરવા અને નિયંત્રણ કરવા માટે ખાસ મચ્છર બનાવ્યા છે. અમે માદા મચ્છરોને મુક્ત કરીશું જેથી તેઓ નર મચ્છરો સાથે મળીને લાર્વા બનાવે જે આ રોગોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત હોય’.
તેમણે વધુમાં કહ્યું કે, ‘અમે આ મચ્છરોને મુક્ત કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. માત્ર સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે. સરકાર આ માટે પરવાનગી આપશે કે તરત જ અમે આ ખાસ માદા મચ્છરોને સ્થાનિક વિસ્તારોમાં છોડી દઈશું’.