મુંબઈઃ ગ્રેમી અવૉર્ડ સમારોહમાં ભારતીય કલાકારોનો દબદબો જોવા મળ્યો છે. ભારતના કલાકારોને 66 ગ્રેમી અવૉર્ડ સમારોહમાં 5 અવૉર્ડ મળ્યા છે . ગાયક કલાકાર શંકર મહાદેવન અને તબલાવાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને બેન્ડ ‘શક્તિ’ આલ્બમ ‘ધીસ મૂમેન્ટ’ને બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક આલ્બમનો અવૉર્ડ મળ્યો છે. આ આલબમમાં 8 ગીતો છે. આ બેન્ડમાં શંકર મહાદેવન , જ્હોન મેક્લોનિન, ઝાકિર હુસૈન, વી.સેલ્વાગણેશ અને ગણેશ રાજગોપાલન જેવા કલાકારો છે. આ સિવાય વાંસળીવાદક રાકેશ ચૌરસિયાએ પોતાનો બીજો ગ્રેમી અવૉર્ડ જીત્યો છે.
ગ્રેમી અવૉર્ડ સંગીત માટે આપવામાં આવતો વિશ્વના સૌથી મોટો અવૉર્ડ છે. આ અવૉર્ડનું આયોજન અમેરિકાના લોસ એન્જલસમાં કરવામાં આવ્યું હતું. ટેલર સ્વિફ્ટ, ઓલિવિયા રોડ્રિગો, માઈલી સાઈરસ અને લાના ડેલ રે ને પણ અવૉર્ડ આપવામાં આવ્યા હતા.