નવી દિલ્હીઃ યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેને જેરોમ પોવેલે વધુ વ્યાજ દરમાં વધારો થાય એવી શક્યતાને નકારી કાઢયા પછી એશિયાના મોટાભાગના ઈક્વિટી બજારમાં તેજી જોવા મળી હતી. જેની અસર ભારતના બેન્ચમાર્ક ઈક્વિટી ઈન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી પર પણ જોવા મળી હતી.
સેન્સેક્સ આજે મજબૂતી સાથે ખૂલ્યા પછી 250 પોઈન્ટસના ઉછળા સાથે 74,740ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 66 પોઈન્ટસ અથવા 0.29 ટકા વધીને 22,670.85ની સપાટીએ ક્વોટ થયો હતો.
બીપીસીએલ, એમએન્ડએમ, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, જેએસડબ્લ્યુ સ્ટીલ અને પાવર ગ્રીડ કોર્પોરેશનના શેરમાં તેજી જોવા મળી હતી, જ્યારે કોટકો મહિન્દ્રા બેન્ક, હિન્દાલ્કો, મારૂતિ સુઝુકી અને ભારતીય એરટેલના શેરમાં ઘટાડો નોંધાયો હતો.