મુંબઈઃ શેર માર્કેટમાં અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે જોરદાર તેજી જોવા મળી , સેન્સેક્સ 0.25 ટકાની ઉછાળ સાથે 72,269 પર ખોલ્યા હતા. નિફ્ટી 0.31 ટકાના ઉછાળ સાથે 21,921 પર ખોલ્યા હતા . સેન્સેક્સમાં 30 કંપની માંથી 19 કંપનીના શેરમાં સોમવારે મજબૂતી જોવા મળી જ્યારે 11 કંપનીના શેરમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સના ટોપ ગેનરમાં ટાટા મોટર 6.83 ટકા અને એમએન્ડએમમાં 1.72 ટકા નો ઉછાળો જોવા મળ્યો. સનફાર્મા, ટાટા સ્ટીલ, એનટીપીસી, એશિયન પેન્ટના શેરમાં પણ ઉછાળ. મળતી જાણકારી અનુસાર નિફ્ટીના પણ 50 કંપની માંથી 34 કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે જ્યારે 16 કંપનીના શેરમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
RBIના પેએટીમ પર લેવામાં આવેલ એક્સનની અસર સતત પાંચમાં દિવસે પણ જોવા મળી અને પેએટીમના શેરમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા પાંચ દિવસમાં પેએટીમના શેર માં 40 ટકા કરતાં પણ વધારે ઘટાડો જોવા મળ્યો છે. પાંચ દિવસ પહેલા પેએટીમના શેરનો ભાવ 760.65 રૂપિયા હતો જે હવે માત્ર 438. 85 રૂપિયા થઈ ગયેલ છે.