ભારતીય શેર બજારમાં બુધવારે ભારે કડાકો
મુંબઈઃ છેલ્લાં ઘણાં દિવસના ઉતાર ચઢાવ બાદ આજે શેર બજાર હળવી તેજી સાથે ઓપન થયું હતુ. સેન્સેક્સ 26.42ની તેજી સાથે 73 હજાર 121.64 પર ઓપન થયો, જ્યારે નિફ્ટી 8 અંકના ઉછાળા સાથે 22 હજાર 206.30 પર ખુલ્યુ હતુ..ડોલરની સરખામણીએ રુપિયો હજુ પણ સિમિત છે. ઓટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસ, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટીની સાથે પ્રાઈવેટ બેંકના શેર પણ ઘટાડા પર ટ્રેડ થઈ રહ્યા હતા. નિફ્ટીમાં ભારતી એરટેલ, ટાટા મોટર્સ, ટાટા કંઝ્યુમર, હિંદાલ્કો ઈન્ડસ્ટ્રીઝ અને હીરો મોટોકોર્પના શેર ટોપ પર રહ્યા હતા. જ્યારે વિપ્રો, અપોલો હોસ્પિટલ, પાવર ગ્રિડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, અને બીપીસીએલના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતીય શેર બજારમાં સામાન્ય તેજી બાદ ભારે કડાકો આવ્યો હતો અને બપોરના 12.30 કલાકે બીએસઈ 472 પોઈન્ટના ઘટાડા સાથે 72623ના સ્તરે અને નિફ્ટી 50 લગભગ 151 પોઈન્ટના ઘટાડા સાથે 22046ના સ્તરે ટ્રેડ કરતો હતો.