મુંબઈઃ ભારતીય શેર બજારે નવો રેકોર્ડ હાઈ બનાવ્યો છે અને નિફ્ટી પ્રથમવાર 22248ના લેવલ ઉપર ઓપન થયો હતો. પીએસયુ બેંકો, ઓટોમાં તેજીના પગલે શેર બજારને સપોટ મળ્યો છે અને બેંક શેર લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યાં છે. આઈટી અને મીડિયા શેરમાં ઘટાડો આવ્યો છે. પીએસયુ કંપનીઓના શેરમાં સતત વધારો રહ્યો છે અને આ સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરમાં મજબુતીને પગલે ભારતીય શેર બજારમાં તેજી જોવા મળે છે.
એનએસઈના નિફ્ટી રેકોર્ડ હાઈ લેવલ ઉપર ઓપન થયો હતો અને તેણે 51.90 પોઈન્ટ એટલે કે 0.23 ટકા તેજી સાથે પ્રથમવાર 22248 પર ઓપનિંગ બતાવી હતી. બીએસઈ સેંસેક્સ 210.08 પોઈન્ટ એટલે કે 0.29 ટકા ઉંચાઈ સાથે 73267 પર ખુલ્યો હતો. નિફ્ટી 50ના 30 શેરમાં તેજી અને 19 શેરમાં મંદી જોવા મળી હતી. એડવાન્સ ડેક્લાઈનની વાત કરીએ તો એનએસઈ પર તેજીમાં 1472 શેરનો સમાવેશ થાય છે જ્યારે લાલ નિશાન ઉપર 652 શેર ટ્રેન્ડ કરતા હતા.
એનએસઈ પર હાલ 2215 શેર ટ્રેન્ડ કરી રહ્યાં છે જેમાં 68 શેરમાં અપર સર્કિટ લાગી છે અને 107 શેર 52 સપ્તાહના ઉચ્ચસ્તર ઉપર કારોબાર કરી રહ્યાં છે.
સેંસેક્સના 30 પૈકી 14 શેરમાં તેજી અને 16 શેરમાં મંદીનો માહોલ છે. જેએસડબલ્યુ સ્ટીલ ટોપ બનેલો છે. બજારમાં બીએસઈનું માર્કેટ કેપિટલાઈઝેશન આજે વધીને 3.92 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. બેંક શેરમાં જોરદાર તેજીનો માહોલ છે. આજે 47363 લેવલ સુધી ગયો હતો.