નવી દિલ્હીઃ સપ્તાહના પ્રથમ દિવસે બજારની શરૂઆત સકારાત્મક નોંધ પર થઈ હતી. આજે સવારના વેપારમાં સેન્સેક્સ 266.50 પોઈન્ટ અથવા 0.36 ટકા વધીને 73,996.66 પર પહોંચ્યો હતો. નિફ્ટી પણ 64 પોઈન્ટ અથવા 0.29 ટકાના વધારા સાથે 22,484 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે.. શેરબજારમાં આ વધારાની અસર ડોલર સામે રૂપિયા પર પણ પડી છે.
આજે બેંકિંગ સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે. નિફ્ટી પર, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ, ટેક મહિન્દ્રા, શ્રીરામ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ અને મારુતિ સુઝુકીના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે એપોલો હોસ્પિટલ્સ, એચસીએલ ટેક્નોલોજીસ, એમએન્ડએમ, આઈશર મોટર્સ અને બજાજ ઓટોના શેર નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે.. આજે ડોલર સામે રૂપિયો 5 પૈસા નીચામાં ખુલ્યો હતો. ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જમાં રૂપિયો ગ્રીનબેક સામે 83.39 પર નબળો ખૂલ્યો હતો.