ભારતીય શેર બજારમાં બજેટ પહેલા તેજી, BSE 267 અને NSE 80 પોઈન્ટના વધારા સાથે ખુલ્યું
નવી દિલ્હીઃ એક ફેબ્રુઆરીના રોજ સંસદમાં રજુ થનારા અંતરિમ બજેટ પહેલા શેર બજારની દિશા કંપનીઓના ત્રિમાસના પરિણામ રિપોર્ટ નક્કી કરી કરશે. આ વર્ષ અત્યાર સુધીમાં સેંસેક્સ 2.17 ટકા તુટ્યું હતું. જ્યારે નિફ્ટીમાં 1.79 ટકાનો ઘટાડો થયો છે. જો કે, આ દરમિયાન બંને સુચકાંકોમાં રેકોર્ડ ઉંચાઈ હાંસલ કરી છે. ગિફ્ટી નિફ્ટીમાં ટ્રેડ્સ પણ સેંસેક્સ-નિફ્ટી માટે સકારાત્મક શરુઆચના સંકેત આપી રહ્યાં છે. ગિફ્ટ નિફ્ટી, નિફ્ટી ફ્યુચર અંતિમ 21510ની તુલનામાં 21649ના સ્તર ઉપર કારોબાર કરી રહ્યું છે. આ મહિનાના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે અદાણી પાવર, ટાટા ટેકનોલોજીસ, એસબીઆઈ કાર્ડ, વેદાંતા જેવા સ્ટોક્સ ઉપર ફોક્સ રહેશે.
ભારતીય શેર બજારમાં આજે લીલા નિશાન સાથે શરુઆત થઈ હતી. સેંસેક્સ 267 પોઈન્ટ વધારા સાથે 70968 સ્તર પર ખુલ્યું હતું. જ્યારે નિફ્ટી 80 પોઈન્ટ વધારા સાથે 21433 પોઈન્ટ સાથે ખુલ્યું હતું. નિફ્ટી ટોપ ગેનરમાં ઓએનજીસી 2.51 ટકા સાથે 239.95 પર ટ્રેડ કરી રહ્યો છે. એસબીઆઈ લાઈફમાં 1.81 ટકાની તેજી જોવા મળી હતી. આ લિસ્ટમાં અદાણી એન્ડરપ્રાઈઝ, એચડીએફસી બેંક અને સનફાર્માનો પણ સમાવેશ થાય છે. ટોપ લૂઝરમાં સિપ્લા, ડોક્ટર રેડ્ડી, બજાજ ઓટો, બીપીસીએલ અને આઈટીસીનો સમાવેશ થાય છે.