ભારતીય શેર બજાર સતત બીજા દિવસે પણ લાલ નિશાન સાથે ખુલ્યું, BSEમાં 700 પોઈન્ટનો ઘટાડો
મુંબઈઃ ભારતીય શેરબજારમાં આજે સતત બીજા દિવસે પણ જોરદાર કડાકો જોવા મળ્યો હતો. બુધવારે બીએસઈના 30 શેરવાળો સેન્સેક્સ 1628 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. દરમિયાન આજે ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ 600થી વધારે પોઈન્ટના ઘટાડા સાથે 71000 ઉપર આવી ગયો હતો. એનએસઈમાં પણ 150 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
કમજોર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્ટોક માર્કેટમાં ગુરુવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 523.06 પોઈન્ટ એટલે કે 0.73 ટકા ઘટાડા સાથે 70977.70ના સ્તર ઉપર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી બજાર ખુલતાની સાથે જ 153.70 પોઈન્ટ એટલે કે 0.71 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જે 21,418.30ના લેવલે ઓપન થયો હતો.
ગુરુવારે માર્કેટ વેલ્યુના હિસાબે દેશની સૌથી મોટી એચડીએફસી બેંકના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો, અને 10 મીનિટમાં જ 2.42 ટકા તુટવાની સાથે 1502.95 ઉપર ટ્રેડ કરીરહ્યો હતો. બુધવારે આ શેરમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આમ એચડીએફસીના માર્કેટ કેપમાં રુ. એક લાખ કરોડનો ઘટાડો થયો છે. એચડીએફસી બેંક ઉપરાંત એલટીઆઈમાઈડટ્રી, પાવર ગ્રિડ કોપ, એશિયન પેઈન્ટ અને એસબીઆઈ લાઈફ ઈંશ્યોરન્સના શેર પણ લાલ નિશાન ઉપર ટ્રેડ કરતા હતા.
સવારે 1375 શેરની લાલી રંગ સાથે શરુઆત થઈ હતી. 876 શેર લાલ નીશાન ઉપર ટ્રેડ કરતા હતા. નિફ્ટી ઉપર અદાણી પોર્ટ, એપોલો હોસ્પિટલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોલ ઈન્ડિયા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં તેજી જોવા મળી હતી. બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાને પગલે રોકાણકારોના રુ. 4.33 લાખ કરોડનું ધોરાણ થયું હતું.